ઓલ ઈન્ડિયા ઇમામ એસોસિએશનનાં અધ્યક્ષની ધમકી મંદિર તોડીને બનાવીશું મસ્જીદ

અયોધ્યામાં રામ મંદિર નિર્મણ માટે આયોજીત ભૂમિ પૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ભૂમિ પૂજન અને શિલાન્યાસ કર્યાનાં એક દિવસ બાદ ઓલ ઈન્ડિયા ઇમામ એસોસિએશન (All India Imam Association)નાં અધ્યક્ષે ભડકાવનારૂ નિવેદન આપ્યું છે.

ઓલ ઈન્ડિયા ઇમામ એસોસિએશનના અધ્યક્ષ મોહમ્મદ સાજિદ રાશિદી (Mohd. Sajid Rashidi) એ મંદિર તોડી પાડવાની ધમકી આપી છે. રાશિદીએ કહ્યું છે કે રામ મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવશે. તેઓએ કહ્યું કે વિવાદાસ્પદ સ્થળ પર ક્યારેય મંદિર નહોતું. ત્યાં બાબરી મસ્જિદ હતી અને એ જ રહેશે.

સમાચાર એજન્સી ANIએ મોહમ્મદ સાજિદ રાશિદીનું આ નિેવેદન ટ્વિટ કર્યું છે. ANI મુજબ, રાશિદીએ કહ્યું કે, ઈસ્લામ કહે છે કે એક મસ્જિદ હંમેશા એક મસ્જિદ હશે. તેને બીજું કંઈ બનાવવા માટે તોડી ન શકાય.

અમારું માનવું છે કે ત્યાં એક મસ્જિદ હતી અને હંમેશા એક મસ્જિદ જ રહેશે. મંદિરને ધ્વસ્ત કર્યા બાદ મસ્જિદ નહોતી બનાવવામાં આવી, પરંતુ હવે મસ્જિદ બનાવવા માટે મંદિરને ધ્વસ્ત કરવામાં આવી શકે છે.

સાજીદ આટલું કહીને અટક્યા નહોતા તેમણે સુપ્રિમ કોર્ટનાં ચુકાદા સામે પણ સવાલ ઉઠાવ્યા હતાં, જો કે સાજીદનાં આ નિવેદન પર હજું સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.