દાઝ્યા પછીનું ડહાપણ, ગુજરાતની હોસ્પિટલોમાં ફાયરસેફ્ટીની તપાસ

– નિર્દોષોની જિંદગી હોમાયા પછી તંત્ર દોડયું

– અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટમાં હોસ્પિટલોમાં ચકાસણીનો ધમધમાટ, મ્યુનિ.તંત્ર હરકતમાં

અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે બનેલી આગ ર્દ્ઘટનામાં આઠ દર્દીઓ જીવતા ભૂંજાયા હતા . આ ઘટનાને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી હતી જયારે અમદાવાદ સહિતના મહાનગરોમાં મ્યુનિ.કોર્પોરેશન હરકતમાં આવ્યુ હતું. રાજ્યભરમાં મોટા શહેરોની ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનોને લઇને ચકાસણીનો ધમધમાટ શરૂ કરાયો છે.

શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ સર્જાયા બાદ રાજ્ય સરકારની સૂચનાને પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાં ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનોને લઇને કેવી વ્યવસૃથા છે તેની તપાસનો દોર શરૂ થઇ ચૂક્યો છે. શ્રેય હોસ્પિટલમાં આગ દુર્ઘટના બાદ સરકારી તંત્રને જાણે દાઝ્યા પછીનુ ડહાપણ સુઝ્યુ છે. અમદાવાદમાં ય મ્યુનિ.કોર્પોરેશનને ખાનગી હોસ્પિટલોમાં તપાસ શરૂ કરી દીધી છે.

ખાસ કરીને કોવિડના દર્દીઓ દાખલ છે તેવી હોસ્પિટલોમાં ચકાસણી શરૂ કરાઇ છે. સૂત્રોના મતે,અમદાવાદ શહેરમાં અંદાજે 2 હજાર કરતાં વધુ હોસ્પિટલો પૈકી અત્યારે માત્ર 95 હોસ્પિટલો પાસે જ ફાયર સેફટીના સાધનો ઉપલબૃધ છે. મોટાભાગની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનો માત્ર શોભાના ગાંઠિયા સમાન છે.ફાયરસેફ્ટીના સાધનોની કોઇ કાળજી લેવાતી નથી.

આ દરમિયાન, રાજકોટ, ભાવનગર, સુરત અને વડોદરા સહિતના મહાનગરોમાં ય મ્યુનિ.કોર્પોરેશન તંત્રએ ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની ચકાસણીનો દોર શરૂ કરી દીધો છે અને કઇ ખાનગી હોસ્પિટલોમાં સાધનો ઉપલબૃધ નથી તેનો રિપોર્ટ તૈયાર કરવા આદેશો જારી કરી દીધાં છે. રાજ્યના અન્ય શહેરોમાં ય અમદાવાદ જેવી સિૃથતી છે.ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનો જ નથી. આમ, શ્રેય હોસ્પિટલની આગ દુર્ઘટના બાદ રાજ્યભરમાં સરકારી તંત્ર જાણે એક મિશનના કામે લાગી પડયુ છે.

હોસ્પિટલોની કઈ બાબતોની ચકાસણી થશે ?

  બાબત ચકાસણી કરનાર વિભાગ
(1) હોસ્પિટલ રજિસ્ટ્રેશનનું સી-ફોર્મ હેલ્થ
(2) ફાયર એનઓસી ફાયર બ્રિગેડ
(3) બિલ્ડીંગના પ્લાન પાસ છે ? ટીડીઓ-એસ્ટેટ
(4) બી.યુ.-બિલ્ડીંગ યુઝ પરમીશન છે ? એસ્ટેટ
(5) નિયમ મુજબ બાંધકામ કરાયું છે ? એસ્ટેટ
(6) બાયો મેડિકલ-વેસ્ટના નિકાલની સુવિધા હેલ્થ
(7) થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હેલ્થ
(8) લીફટનું લાયસન્સ એન્જિનયરિંગ
(9) હોસ્પિટલ કોવિડની ગાઇડલાઇન પ્રમાણે કાર્યરત છે આસી. પ્રોફેસર




લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.