ભારતના વિદેશ મંત્રાલયે (MEA) જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 અંગે થોડા દિવસ પહેલા તુર્કી દ્વારા કરાયેલા નિવેદને સત્યથી વેગળું, પક્ષપાતીપુર્ણ અને બિનજરૂરી ગણાવ્યું છે. ગુરુવારે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારતના આંતરિક મામલામાં દખલ ત્યારે જ કરવી જોઇએ, જ્યારે તુર્કીને અહીંની વાસ્તવિકતાની ખબર હોય.
હકીકતમાં, થોડા દિવસ પહેલા તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને કાશ્મીરની તુલના પેલેસ્ટાઇન સાથે કરી હતી અને કોરોના સંકટ દરમિયાન ભારતે કાશ્મીરમાં અત્યાચાર ગુજાર્યો હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
ઈદ-ઉલ-અઝહાનાં દિવસે અર્દોઆને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી અને વડા પ્રધાન ઇમરાન ખાન સાથે વાત કરી હતી અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપવાની વાત કહીં હતી.
તુર્કીનો દિલાસો
થોડા દિવસો પહેલા તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈપ એર્દોગને પાકિસ્તાની સમકક્ષ આરીફ અલ્વી અને વડા પ્રધાન ઇમરાન ખાન સાથે ફોન પર વાત કરી હતી અને ખાતરી આપી હતી કે તેમનો દેશ કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનની સાથે ઉભો છે. અત્રે ઉલ્લેખનિય છે કે તુર્કી આ પહેલા પણ ઘણી વખત પાકિસ્તાનને આવી ખાતરી આપી ચૂક્યું છે.
પરંતુ પાકિસ્તાન જાણે છે કે આખું વિશ્વ ભારતની સાથે ઉભું છે. પાકિસ્તાનના અગ્રણી અખબાર ‘ડોન’ અનુસાર તુર્કીના રાષ્ટ્રપતિએ ઈદના પ્રસંગે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન ઇમરાન ખાન સાથે ફોન પર વાત કરી હતી અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.