સુરત આવતી અને ઉપડતી એસ.ટી અને લકઝરી બસો વધુ એક અઠવાડિયું સ્થગિત

સુરતમાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા બાદ પ્રતિબંધ તા.12 ઓગસ્ટ સુધી લંબાવી દેવાયો

સુરતમાં કોરોના સંક્રમણના કેસો વધવાને કારણે રાજ્ય સરકાર દ્વારા એસટી બસોના અને લકઝરી બસોના સંચાલન ઉપર 10 દિવસ માટે બ્રેક મારી હતી. આજે મળેલી સમીક્ષા બેઠકમાં વધુ એક અઠવાડિયું સંચાલનને સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. સુરતથી ઉપડતી અને આવતી બસો તા. 12 ઓગષ્ટ સુધી હવે દોડી શકશે નહીં.

સરકારે જાહેર કરેલ અનલોક-1 અને 2ની ગાઈડ લાઈન મુજબ એસટી બસ તથા ખાનગી બસ સેવા સોશિયલ ડિસ્સન્સિગનું પાલનબસોનું સેનિટાઇઝેશન વગેરે સહિત સમગ્ર રાજ્યમાં શરૃ કરી દેવામાં આવી હતી. પરંતુ બીજી બાજુ સુરત શહેરમાં કોરોના સંક્રમણ ના કેસો વધતાં સુરત જતી અને સુરતથી ઉપડતી એસટી બસો અને લક્ઝરી બસોને સ્થગિત કરવાનો નિર્ણય લેવો પડયો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સચિવે પરિપત્રથી જણાવ્યું હતું કે ઉચ્ચ કક્ષાએ થયેલ સમીક્ષા બાદ કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ સુરતથી ઉપડતી તમામ એસટી બસ અને ખાનગી બસ સેવાનું હાલ પૂરતું તા.27મીને સોમવારથી 10 દિવસ માટે તા.5મી ઓગષ્ટ સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. આજે મળેલી સમીક્ષા બેઠકમાં વધુ એક અઠવાડિયું બસોને સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.