સોશિયલ મીડિયામાં (social media) મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay Rupani)ની કારનો વીમો (insurance) ન હોવાના દાવા સાથે તસવીર વાયરલ થઈ હત અમદાવાદ : મુખ્યમંત્રી રૂપાણીની (CM Rupani) સ્કોર્પિયો (Scorpio) ગાડીની તસવીર સાથે આ ગાડીનો વીમો (Insurance) ન હોવાની તસવીર વાયરલ (Viral) થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી ટ્રાફિકના નવા કાયદા ( New Motor Vehicle Act)ના અમલીકરણ મુદ્દે વડાપ્રધાન મોદીની કાર અને મુખ્યમંત્રી રૂપાણીની કારની તસવીર વહેતી થઈ હતી. આ મુદ્દે ખોટી માહિતી પ્રસારિત થઈ હોવાના કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) સુરતથી એક શખ્સની ધરપકડ કરી છે. જોકે સોશિયલ મિડીયામાં ફોટો વાયરલ થયો હતો એટલે સાયબર ક્રાઇમ બને છે તો સાયબર ક્રાઇમની જગ્યાએ ક્રાઇમબ્રાંચમાં જ કેમ ફરિયાદ નોંધાઇ તે સવાલ પણ ઉભો થતા ફરી એક વાર સાબિત થયું સરકારના કામ માટે એજન્સીઓ તત્પર હોય છે તેવી પોલીસબેડામાં જોરશોરથી ચર્ચા ચાલી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.