મદ્રાસ હાઈકોર્ટે યોગ ગુરૂ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને દિવ્ય મંદિર યોગ ટ્રસ્ટને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે આ દંડ પતંજલિના એ દાવા માટે કરવામાં આવ્યો છે, કે જેમાં કહેવામાં આવ્યું છે કે તેમનું આયુર્વેદિક સૂત્રિકરણ કોરોનીલ વાયરસને સારો કરી શકે છે. જણાવી દઈએ આ પહેલા મદ્રાસ હાઈકોર્ટે કોરોના વાયરસનાં ઉપચારને લઈને રજુ કરવામાં આવેલી કોરોનીલ દવાનાં ટ્રેડમાર્કનાં વપરાશ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો.
જસ્ટીસ સીવી કાર્તિકેયને ચેન્નઈની કંપની અરૂદ્રા એન્જીનીયરીંગ લિમિટેડની અરજી પર 30 જુલાઈ સુધી આ વચગાળાનો આદેશ જારી કર્યો હતો. અરૂદ્દા એન્જીનીયરીંગે દાવો કર્યો હતો કે વર્ષ 1993માં તેની પાસે કોરોનિલ ટ્રેડમાર્ક છે, અને ન્યૂઝ એજન્સી પીટીઆઈનાં જણાવ્યા અનુસાર 1993માં કોરોનિલ 213 એસપીએલ અને કોરોનિલ-92 બીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યારથી જ તે રિન્યુઅલ પણ કરાવી રહી છે.
બાબા રામદેવે બુધવારે દાવો કર્યો હતો કે પતંજલિ આયુર્વેદ કોરાનિલની માગને પુરી કરવા માટે તે ઝઝૂમી રહ્યા છે. અત્યાર સુધી તે માત્ર રોજના એક લાખ પેકેટની જ માગને સંતોષી શકતા હતા, જે હવે રોજની 10 લાખ કોરોનિલ પેકેટની માગ થઈ રહી છે, જો કે અમે માત્ર 1 લાખ પેકેટ જ આપી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે પતંજલિ આયુર્વેદે કોરોનિલની કિંમત માત્ર 500 રૂપિયા રાખી છે પરંતુ અગર અમે તેની કિંમત 5000 રૂપિયા રાખી હોતે તો આજે અમે આસાનીથી પાંચ હજાર કરોડ રૂપિયા કમાઈ શકતા હતા પરંતુ અમે એવું નથી કર્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.