દુબઈથી 174 મુસાફરોને લઈને આવી રહેલું એર ઈન્ડિયાનું વિમાન કોઝીકોડ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ઘટનામાં પાયલટ અને કો-પાયલટ સહિત 19 મુસાફરોનાં મોત નિપજ્યાં છે. નાગરિક વિમાન મંત્રાલયે કહ્યું કે વિમાનમાં 174 મુસાફરો, 10 બાળકો, બે પાયલટ અને પાંચ કેબિન ક્રૂ સવાર હતા. કુલ 191 લોકો વિમાનમાં સવાર હતા.
એર ઈન્ડિયાનું વિમાન (IX-1344) કેરળના કોઝિકોડ એરપોર્ટ પર મોટી દુર્ઘટનાનો શિકાર થયું છે. આ વિમાનમાં 174 મુસાફરો સવાર હતા. એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાન રનવે પર સ્લિપ થયું હતું. વિમાનના બે ટુકડા થયા છે.
દુબઈથી આવી રહેલું એર ઈન્ડિયાનું વિમાન રનવે પર સ્લિપ થયું હતું. વિમાન કંપનીના એક પ્રવક્તાએ આ જાણકારી આપી છે. એર ઈન્ડિયાનું વિમાન (IX-1344) આજે સાત વાગ્યેને 40 મિનિટ પર એરપોર્ટ પર લેન્ડ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.