એડિશનલ ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નારોલ-પીરાણા રોડ પર નંદન ઍક્ઝિમ નામની કંપનીમાં આગની ઘટના બની છે.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે ફાયરબ્રિગેડનાં 17 વાહનો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ચીફ ફાયર ઑફિસર એમ. એફ. દસ્તૂરે ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગ કાબૂમાં આવી ગઈ છે.
તેમણા જણાવ્યા પ્રમાણે એક ફાયરકર્મીને આમાં ઈજા થઈ છે.
દસ્તૂરે જણાવ્યું હતું કે કંપની પાસે આગ બુઝાવવાના સાધનો હતાં પણ આગ પ્રસરી જતાં ફાયરબ્રિગેડની મદદ લેવાની જરૂર પડી હતી.
ફાયર વિભાગને ટાંકીને સ્થાનિક મીડિયા સંસ્થાઓ નોંધે છે કે સવારે પાંચ વાગ્યે આગ લાગી હોવાનો કૉલ મળ્યો હતો અને હાલ 35થી વધારે ફાયરકર્મીઓ આગને કાબૂમાં લેવામાં જોતરાયેલા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.