રશિયા કોવીડ-19 રસીને મંજૂરી આપનાર પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે. રશિયાના નાયાબ સ્વાસ્થ્ય મંત્રી ઓલેગે ગ્રિડનેવે કહ્યું કે, દેશ 12 ઓગસ્ટના રોજ કોરોના વાયરસ માટે બનાવવામાં આવેલ પ્રથમ રસીને રજિસ્ટર કરશે. આ રસી મોસ્કો સ્થિતિ ગમલેયા ઇન્સ્ટિટ્યૂટ અને રશિયા રક્ષા મંત્રાલયે સંયુક્ત રીતે મળીને બનાવી છે. ખાસ વાત એ છે કે આ રસીનું ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ હજુ પણ ચાલુ છે.
રશિયા સરકારે દાવો કર્યો છે કે, Gam-Covid-Vac Lyo નામની આ રસી 12 ઓગસ્ટના રોજ રજિસ્ટર થઈ જશે, સપ્ટેમ્બરમાં તેનું માસ-પ્રોડક્શન શરૂ થશે અને ઓક્ટોબરથી દેશભરમાં રસીકરણ શરૂ કરવામાં આવશે.
રસી લાવવાની ઉતાવળમાં છે રશિયા
બીજી બાજુ રશિયાનૈ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, રસી ટૂંકમાં જ તૈયાર કરી લેવામાં આવી, કારણ કે આ પહેલાથી જ આ પ્રકારની અન્ય બીમારીઓ સામે લડવામાં સક્ષમ છે. આ દૃષ્ટિકોણ અનેક અન્ય દેશો અને કંપનીઓનો છે. રશિયાના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે, રશિયા સૈનિકોએ હ્યૂમન ટ્રાયલમાં વોલન્ટિયર્સ તરીકે કામ કર્યું છે. દાવો છે કે પ્રોજેક્ટના ડાયરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્સબર્ગ ખુદે આ રસી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.