રાજસ્થાનનું રાજકારણ ફરીથી ચૂંટણીના કારણે ગરમાયું છે. રાજસ્થાન ભાજપના વસુંધરાના સમર્થક કેટલાક ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા છે. ભાજપના 12 ધારાસભ્યોને અમદાવાદ નજીકના એક રિસોર્ટમાં રખાયા હોવાની માહિતી મળી છે. રાજસ્થાનમાં 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર શરૂ થવાનું છે. ત્યાં સુધી તમામ ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્યો પલટી મારી કોંગ્રેસમાં જોડાય તેવી ભીતી સેવાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.