દૂધસાગર ડેરીના ભેળસેળવાળા ઘી મામલે વહીવટીતંત્ર અને ડેરીના સત્તાધીશો આમને-સામને આવી ગયા છે. ગત 24 જુલાઇ શુક્રવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ બી ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દૂધસાગર ડેરીના ઘીના બે ટેન્કર જપ્ત કરી, ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલાતાં આગામી દિવસોમાં આ મામલે સહકારી રાજકારણ ગરમાય ગયું છે.
હવે મહેસાણા દૂધ સાગર ડેરીના ઘી મા ભેળસેળના મુદ્દે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે એક ફરિયાદ દાખલ કરી હતી. દૂધસાગર ડેરીનાં ચેરમેન, વાઇસ ચેરમેન, MD, લેબ હેડ, અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. વાઇસ ચેરમેન અને MDની પોલીસે હસ્તગત કરી પૂછપરછ કરાઈ હતી. વિસનગર dysp ની અધ્યક્ષતામાં 5 સભ્યોની સીટની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. મોડી રાત્રે નોધાયેલ ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
મહેસાણા દૂધ સાગર ડેરીના ઘીમાં ભેળસેળનો મુદ્દે હવે જોરદાર ખુલાસો થયો છે. ઘીમાં એ.સી. કેમ નામનું ઓઈલ ભેળવતા હોવાનો ખુલાસો થયો છે. ઘીની તપાસ માટે જે.સી. મશીન વસાવવા ફેડરેશનની સૂચના આપી દેવામાં આવી છે. અહિં તમને જણાવી દઇએ કે આ ભેળસેળવાળું ઘી હરિયાણાના પુનહામાં મંજૂરી વગર બનાવવામાં આવતું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.