ભાજપમાં ભડકાના એંધાણ: વસુંધરાએ રોકડુ પરખાવી દીધું, પાર્ટી સાથે છું પણ સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરૂ !

– વસુંધરાએ નડ્ડા બાદ રાજનાથ સિંહ સાથે મુલાકાત કર

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા દિલ્હીમાં એક પછી એક રાજકીય બેઠક કરી રહીં છેય. જેને લઈ રાજસ્થાનના રાજકારણમાં ફરી એકવાર પારો ઊંચો ગયો છે. વસુંધરા રાજેએ શનિવારના રોજ દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી છે.

આ બંને નેતાઓ વચ્ચે રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર ચર્ચા થઈ હતી. જણાવી દઈએ કે, આગામી 14 ઓગસ્ટના રોજ રાજસ્થાનમાં વિધાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યુ છે. જ્યાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. ત્યારે હવે આ વાતને લઈ ભાજપ પણ સક્રિય થયુ છે.

વસુંધરા રાજે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. જ્યાં જોડ તોડની રાજનીતિ હવે ચરમસીમાં પર પહોંચશે. રાજનાથ સિંહ પહેલા નડ્ડા અને બીએલ સંતોષ સાથે થઈ મુલાકાત

જણાવી દઈએ કે, વસુંધરા રાજે સિઁધાયાએ રાજનાથ સિંહ પહેલા જેપી નડ્ડા અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષ સાથે પણ મુલાકાત કરી હતી. શુક્રવારના રોજ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે તેમણે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી ચર્ચા ચાલી હતી. જેમાં રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમ પર વાર્તા થઈ હતી.

અહીં એ બતાવવું જરૂરી છે, કે રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર લાંબા સમયથી વસુંધરા રાજેએ મૌન ધારણ કર્યુ હતું. જેને લઈ ભાજપમાં પણ ચર્ચાઓ ચાલી રહી હતી. ગત મહિને જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર પર સંકટ આવ્યુ હતું ત્યારે વસુંધરા ભાજપની બેઠકોમાંથી ગાયબ રહેતા હતા. જો કે, હવે એક્ટિવ થયા છે.

12 ઓગસ્ટ સુધી દિલ્હીમાં જ પ્રવાસ
ગત બુધવારના રોજ વસુંધરા રાજે જયપુરથી દિલ્હી આવ્યા હતા. ત્યાર બાદ તેઓ દિલ્હીમાં જ રોકાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, વસુંધરા રાજેના સમર્થક એવા ભાજપના 12 ધારાસભ્યો ગુજરાત જવા રવાના થઈ ગયા છે. વસુંધરા રાજેએ જેપી નડ્ડાને પણ કહ્યુ છે કે, તે પાર્ટી સાથે છે.પણ સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરે. કહેવાય છે કે, વસુંધરા રાજે 12 ઓગસ્ટ સુધી દિલ્હીમાં જ રહેશે અને 13 તારીખે જયપુર જશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.