રિયાની આઠ કલાક સુધી પૂછપરછ કરી
– પૂછપરછ દરમિયાન રિયાએ કોઈ સવાલોના સરખા જવાબો ન આપ્યા : અભિનેત્રી ખર્ચની વિગતો આપી ન શકી
સુશાંતસિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી સામે પુત્રને આત્મહત્યા માટે પ્રવૃત્ત કર્યાનો અને કાળા નાણા ધોળા કર્યાનો આરોપ મૂક્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ શુક્રવારે (ઈડી)એ આઠ કલાક સુધી તેની પૂછપરછ કરી હતી.
રિયાના વકિલ સતીશ માનેશિંદેએ સુશાંત દ્વારા રિયાની નોટબુકમાં લખેલી આભાર દર્શાવતી નોંધ પોતાની તસવીર શેર કરી હતી. આ નોંધમાં સુશાંતિ પોતાના જીવન અને તેમાં રિયાની અને તેના પરિવારની હાજરી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.
આ નોંધમાં લખેલા નામની સ્પષ્ટતા કરતાં રિયાએ લખ્યું હતું કે ‘આ તેના હસ્તાક્ષર છે, લિલુ શોપિક, બેબુ હં, સર મારા પપ્પા, મેંને મારી મમ્મી અને ફજ તેના પેટ ડોગ છે’ રિયાએ સુશાંતનું સિપ્પરની તસવીર પણ શેર કરી હતી જેના પર ‘છીછોરે’ લખ્યું હતું. આ વસ્તુ તેની પાસે છે. રિયાએ દાવો કર્યો હતો કે આ બેજ મિલકત છે જે સુશાંતની તેની પાસે છે. જોકે આ લખાણ ક્યારનું છે તેની જાણ નથી.
સુશાંતસિંહ રાજપૂતના મૃત્ય પ્રકરણમાં રિયા ચક્રવર્તીની ટ્રાન્સફર અરજીને રદબાતલ કરવાની માગણી સાથે સુશાંતના પિતા કે.કે. સિંહે જણાવ્યું છે કે રિયાએ પોતે અરજીમાં જણાવ્યું છે કે તે સીબીઆઈ તપાસની માગ કરી ચૂકી છે. તો હવે રિયાને સીબીઆઈ તપાસ સામે વાંધો હોવો જોઈએ નહીં. કેમકે હવે આ કેસ સીબીઆઈને સોંપી દેવાયો છે.
હવે રિયાની અરજી ટકી શકતી નથી. સાથે જ મુંબઈ પોલીસ પર આરોપ કરાયો છે કે ફેબુ્રઆરીમાં તેમની ફરિયાદ પર પોલીસે પગલાં લીધા નહીં અને તેમના પુત્રનું મોત થયું છે. આ બાજુ મહારાષ્ટ્ર પોલીસ તરફથી આ પ્રકરણે દાખલ સોગંદનામામાં સીબીઆઈ તપાસનનો વિરોધ કરાયો છે અને સીલબંધુ કવરમાં તપાસનો પ્રગતિ અહેવાલ મોકલાવ્યો છે.
સુશાંતના પિતાએ સોગંદનામામાં વધુમાં જણાવ્યું છે કે કાનૂન પ્રમાણે તપાસના તબક્કે ટ્રાન્સફર અરજી દાખલ થઈ શકે નહીં. જ્યારે કેસ કોર્ટ સમક્ષ આવે ત્યારે ટ્રાન્સફર પિટિશનનો અવકાશ રહે છે. સુશાંતના પિતાએ સોગંદનામામાં એમ પણ જણાવ્યું છે કે રિયાએ આ કેસના મુખ્ય સાક્ષી સિધ્ધાર્થ પિડાની પર દબાવ નાખીને તેને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે.
સુશાંતના પિતાએ એમ પણ જણાવ્યું છે કે સિધ્ધાર્થે મુંબઈ પોલીસને બિહાર પોલીસની તપાસ સામે એક મેલ કર્યો હતો. એ મેઈલનો ઉપયોગ રિયા હવે પોતાની અરજીમાં કરી રહી છે. સિધ્ધાર્થે મેલમાં દાવો કર્યો હતો કે તેના પર રિયા સામે નિવેદન નોંધાવવાનું દબાણ કરાઈ રહ્યું છે.
સુશાંતના પિતાએ સોગંદનામામાં કહ્યું છે કે કેસના મુખ્ય સાક્ષીનો મેલ મુખ્ય આરોપી પાસે કઈ રીતે પહોંચ્યો? મુંબઈ પોલીસે સુશાંતના મૃત્યુના છ દિવસ પૂર્વે ઘરથી જુદી થયેલી રિયાની પૂછપરછ કરવામાં ચાર દિવસ લગાવ્યા હોવાનો આરોપ પણ સુશાંતના પિતાએ મુંબઈ પોલીસ પર કર્યો છે. હવે કેસ સીબીઆઈ પાસે હોઈ રિયાની અરજી બેમતલબ હોવાનું જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.