ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને એક સર્વેમાં દેશનાં સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સર્વે એક મીડિયા ગ્રુપે કરાવ્યો હતો. આમાં ટૉપ સાત મુખ્યમંત્રીઓમાં બાકી છ બિન-ભાજપા અને બિન-કોંગ્રેસી છે. ગત વખતે ટૉપ પર રહેલાં મમતા બેનર્જી સરકીને ચોથા સ્થાને આવી ગયાં છે.
ઈન્ડિયા ટુડે ગ્રુપના આ સર્વેમાં યોગી આદિત્યનાથને સૌથી વધુ 24 ટકા વોટ મળ્યા છે. લોકોની નજરમાં યોગી આદિત્યનાથ બાદ બીજા નંબરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી છે. ત્યારબાદ ત્રીજા નંબરે આંધ્ર પ્રદેશના જગન રેડ્ડી, ચોથા સ્થાને પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, પાંચમા સ્થાને અન્યને રાખવામાં આવ્યા છે. બિહારના નીતિશ કુમાર છઠ્ઠા અને મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે સાતમા નંબરે છે.
આ સર્વે 12,021 લોકોના સમૂહ પર કરવામાં આવ્યો. આમાં 67 ટકા જનતા ગ્રામીણ હતી જ્યારે 33 ટકા લોકો શહેરના હતા. આ સર્વેમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, આંધ્ર પ્રદેશ, પશ્વિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અસમ, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, કેરળ, ગુજરાત, હરિયાણા, તેલંગાણા, ઝારખંડ, કર્ણાટક, ઓરિસ્સાની પ્રજાનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.