જ્યારે જ્યારે દેશ ભાવુક થયો, ફાઇલો ગાયબ થઇ: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીનું ટ્વીટ સોશિયલ મિડિયા પર ઘણું વાયરલ

 રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર જોરદાર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ સંરક્ષણ મંત્રાલયનાં દસ્તાવેજોને લઇને સરકારને ઘેરી હતી, બાદમાં આ દસ્તાવેજોને મંત્રાલયની વેબસાઇટ પરથી હટાવી લેવામાં આવ્યા હતાં, તેને લઇને અને વિજય માલ્યા અંગે કોંગ્રેસનાં નેતાએ સરકાર પર કટાક્ષ કર્યો છે, રાહુલ ગાંધીનું આ ટ્વીટ થોડી જ મિનિટોમાં ઘણી બધી વખત રિટ્વીટ કરવામાં આવ્યું છે.

જો કે પુર્વી લદ્દાખમાં ચીનની સાથે સરહદ પર જારી તંગદીલીનાં મુદ્દે પર મોદી સરકાર વિરૂધ્ધ સતત આક્રમક વલણ અપનાવ્યું રાહુલ ગાંધીએ સંરક્ષણ મંત્રાલયનાં એક તાજેતરનાં દસ્તાવેજ અંગે સંરક્ષણ મંત્રાલયની વેબસાઇટ પરથી હટાવી લેવામાં આવ્યા છે. ત્યાર બાદ રાહુલ ગાંધીએ સરકાર પર વ્યંગાત્મક હુમલા કર્યા છે, રાહુલ ગાંધીનું ટ્વીટ સોશિયલ મિડિયા પર ઘણું વાયરલ થયું છે.

રાહુલ ગાંધીનો મોદી સરકાર પર જોરદાર શાબ્દિક હુમલો 

રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું છે, જ્યારે જ્યારે દેશ ભાવુક થયો ફાઇલ ગાયબ થઇ, માલ્યા હોય કે રાફેલ, મોદી હોય કે ચોક્સી ગુમ થયેલી યાદીમાં લેટેસ્ટ છે ચીનનાં હુમલા અંગેનાં ડોક્યુમેન્ટસ્, આ માત્ર સંયોગ નથી , મોદી સરકારનો લોકશાહી- વિરોધી પ્રયોગ છે.

2 દિવસ બાદ જ સંરક્ષણ મંત્રાલયની વેબસાઇટ પરથી ચીનનાં હુમલા સંબંધિત ડોક્યુમેન્ટસ હટાવવા અંગે રાહુલ ગાંધીએ એક તરફ ટ્વીટ કરીને સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કર્યો, તેમણે કહ્યું ચીન વિરૂધ્ધ ઉભા રહેવાની વાત તો ભુલી જાઓ ભારતનાં વડાપ્રધાન તેમનું નામ પણ લેતા ડરે છે,  ચીન આપણા વિસ્તારોમાં હોવાની બાબતને નકારવા અને વેબસાઇટથી ડોક્યુમેન્ટસ હટાવવાથી તથ્યો બદલાશે નહીં.

વિજય માલ્યા કેસની ફાઇલ પણ થઇ ગાયબ

બે દિવસ પહેલા જ  આવી જ એક બાબત બહાર આવી હતી, જેમાં ભાગેડું વિજય માલ્યા કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં યોજાઇ શકી નહીં, ખરેખર તો માલ્યાનાં કેસ સાથે સંકળાયેલા ડોક્યુમેન્ટ્સની ફાઇલો ગાયબ થવાને કારણે સર્વોચ્ચ અદાલતે આ સુનાવણી ટાળી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે માલ્યા હાલ લંડનમાં રહે છે, સુપ્રિમ કોર્ટનાં હુકમનું ઉલ્લંઘન કરવાનાં કારણે સુપ્રિમ કોર્ટની અમમાનનાં કેસમાં વિજય માલ્યાની પુનર્વિચાર અરજી પર સુનાવણી 20 ઓગસ્ટ સુધી ટાળવામાં આવી છે, ત્રણ વર્ષ પહેલા માલ્યાએ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી, જે સુનાવણી માટે હવે લિસ્ટ થઇ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.