કોરોના વાયરસ રોગચાળાને કારણે દેશમાં અત્યાર સુધીમાં 196 ડોકટરો મૃત્યુ પામ્યા છે. તેમાંના મોટાભાગના જનરલ પ્રેક્ટિશનર છે. શનિવારે આ માહિતી આપતી વખતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ પીએમ મોદીને આ બાબત તરફ ધ્યાન આપવા અપીલ કરી હતી.
કોરોના વિરુદ્ધનાં યુદ્ધમાં જિંદગી દાવ પર લગાવી રહેલા ડોકટરોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરતાં IMAએ કહ્યું, “IMA દ્વારા એકત્રિત કરવામાં આવેલા આંકડા મુજબ, આપણા દેશમાં 196 ડોકટરો ગુમાવી ચુક્યો છે, જેમાંથી 170 ડોકટરો 50 થી વધુ વયના હતાં. તેમાંના 40% જનરલ પ્રેક્ટિશનર હતા.”
IMAએ જણાવ્યું છે કે ચેપગ્રસ્ત ડોકટરોની સંખ્યા વધી રહી છે અને દરરોજ ઘણા ડોકટરો જીવ ગુમાવી રહ્યા છે. તેમાંથી મોટી સંખ્યામાં જનરલ પ્રેક્ટિશનર છે. તાવ અને તેના જેવા લક્ષણો પછી મોટાભાગના લોકો જનરલ પ્રેક્ટિશનરનો સંપર્ક કરે છે, તેથી તેઓ સૌ પ્રથમ સંપર્કમાં આવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં IMAએ વિનંતી કરી છે કે ડોકટરો અને તેમના પરિવારો પ્રત્યે પૂરતી કાળજી લેવી જોઈએ અને તમામ ક્ષેત્રોના ડોકટરોને તબીબી અને જીવન વીમા આપવી જોઈએ.
IMAનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.રાજન શર્માએ કહ્યું કે, IMA દેશભરમાં સાડા ત્રણ લાખ ડોક્ટરોનું પ્રતિનિધિત્વ કરે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે કોવિડ -19 સરકાર અને ખાનગી ક્ષેત્રમાં ભેદ પાડતો નથી અને દરેકને સમાનરૂપે અસર કરે છે.
તેમણે કહ્યું, “તે વધુ નિરાશાજનક છે કે ડોકટરો અને તેમના પરિવારના સભ્યોને દાખલ થવા માટે પલંગ નથી મળી રહ્યો અને મોટાભાગનાં કેસોમાં દવાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.”
IMA ભારત સરકારને આ રોગચાળા દરમિયાન ડોકટરોની સલામતી અને કલ્યાણ માટે પૂરતું ધ્યાન આપવાની તાકીદ કરી છે. IMAનાં સેક્રેટરી જનરલ, ડો. આર. વી.અશોકને કહ્યું હતું કે કોવિડ -19 ને કારણે ડોકટરોમાં મૃત્યુ દર “જોખમી સ્થિતિએ પહોંચી ગયું છે”.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.