કેન્દ્ર સરકાર દ્વારા ‘પી.એમ કિસાન યોજના’ અંતર્ગત દેશના 8.5 કરોડ ખેડૂતોને આટલી ધનરાશી આપવામાં આવશે

વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વીટ કરીને બલરામ જયંતી અને રાંધણ છઠ્ઠની દેશવાસીઓને શુભકામનાઓ આપી અને કહ્યું કે આ ખાસ દિવસ પર સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ 1 લાખ કરોડ રૂપિયાની નાણાકીય સુવિધાની શરૂઆત કરીશ. વધુમાં વડાપ્રધાને ટ્વીટ કર્યુ કે આ કાર્યક્રમમાં ‘પીએમ કિસાન યોજના’ અંતર્ગત સહાયનો છઠ્ઠો હપ્તો પણ જાહેર કરવામાં આવશે.

8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 17,000 કરોડ રૂપિયા આપવામાં આવશે. કોવિડ-19 મહામારી દરમિયાન આ યોજના ખેડૂતો માટે ખુબ મદદગાર સાબિત થઈ રહી છે. કોરોના વાઈરસની મહામારીને જોતાં કેન્દ્ર સરકારે ઘણી કલ્યાણકારી યોજનાઓની શરૂઆત કરી છે. આ યોજનાઓમાં સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ખેડૂતોને આર્થિક મદદ માટે સરકારે ઘણી મોટી જાહેરાતો કરી છે. પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં સરકાર સહાયની રકમ ટ્રાન્સફર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.