મુંબઈમાં સુશાંતસિંહ આત્મહત્યા કેસને લઈને રોજબરોજ નવા નવા દાવાઓ સામે આવે છે. ત્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ મામલે વિવાદીત નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું કે, સુશાંતસિંહના તેમના પરિવારના લોકો સાથે સારા સંબંધ ન હતા. શિવસેના મુખપત્ર સામનામાં સંજય રાઉતે અનેક દાવા કર્યા છે અને તેમાં તેમણે બિહાર પોલીસ અને કેન્દ્ર સરકાર પર ગંભીર પ્રકારના આરોપો લગાવ્યા છે. મહારાષ્ટ્ર સરકાર વિરૂદ્ધ આ કેસને લઈને ષડયંત્ર કરાઈ રહ્યું હોવાનો આરોપ સંજય રાઉતે વ્યકત કર્યો છે.
- સુશાંતસિંહ આપઘાત કેસ મામલે રાજકારણ ગરમાયું
- સંજય રાઉતે આ મામલે વિવાદીત નિવેદન આપ્યું
- પિતાએ બીજા લગ્ન કરી લીધા હતાઃ સંજય રાઉત
સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે રાજનીતિ ગરમાતી જઇ રહી છે. આ કેસને લઇને મુંબઈ અને બિહાર પોલીસ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. હવે આ મામલે મહારાષ્ટ્રની રાજનીતિનો મહત્વનો મુદ્દે બની ગયો છે. આ મામલાને લઇને હવે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કેટલાક સવાલ ઉઠાવ્યા છે અને ગંભીર આરોપ પણ લગાવ્યા છે.
શિવસેનાના મુખપત્ર સામનામાં તેમણે બિહાર પોલીસ અને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યા છે કે તેઓ મળીને મહારાષ્ટ્ર સરકાર વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. એટલું જ નહીં તેમણે બિહારના ડીજીપી પર આરોપ લગાવ્યા કે તેઓ ભાજપના કાર્યકર્તા તરફથી કામ કરી રહ્યા છે. એટલું જ નહીં તેમણે સુશાંતના પિતાના બીજા લગ્ન કરવા અને બાપ-દીકરાને એકબીજા સાથે સારા સંબંધ ન હોવાની વાત પણ કરી છે.
સંજય રાઉતે આરોપ લગાવ્યા કે સુશાંતના પરિવાર મતલબ પિતા પટનામાં રહે છે. તેમના પિતા સાથે તેમના સારા સંબંધો નહોતા. પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા જે સુશાંત ને સ્વીકાર નહોતા. પિતા સાથે તેમે ભાવનાત્મક સંબંધો સહેજ પણ નહોતા બચ્યા. એજ પિતાને છેતરીને બિહારમાં એક ફરિયાદ દાખલ કરાવવામાં આવી અને મુંબઈમાં બનેલા બનાવોની તપાસ કરાવવા માટે બિહારની પોલીસ મુંબઈ આવી. જોકે, સુશાંતના મામા આરસી સિંહે સંજય રાઉતના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે, બધા જાણે છે કે સુશાંતના પિતાએ એક જ લગ્ન કર્યા હતા.
સુશાંત અને તેમના પિતા વચ્ચે અણબનાવ હોવાનું રાઉતે નિવેદન કરતા તમામ લોકો સ્તબધ થયા છે. સુશાંત આત્મહત્યા કેસને રાજકીય રંગ આપીને ચાલતી તપાસ સામે તેમણે વાંધો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત તેમણે બિહારના DGP ગુપ્તેશ્વર પાંડે ભાજપ સમર્થક હોવાનું નિવેદન આપ્યું હતું. આ પ્રકારના કેસની તપાસ બહાર કરાવીને મહારાષ્ટ્ર સરકારની છાપ બગાડવાનો પ્રયાસ કરાઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.