મને હિન્દી ન આવડયું એટલે CISFના જવાને પૂછ્યું તમે ભારતીય છો : કનિમોઝી

 

તામિલનાડૂના મુખ્ય વિરોધ પક્ષ ડીએમકેની સાંસદ કનિમોઝીએ  સીઆરપીએફના એક અિધકારી પર આરોપ  મૂક્યો હતો કે તેમણે મને પૂછ્યું હતું કે શું હું ભારતીય છું? રવિવારે કનિમોઝીએ ટ્વિટ કરીને આ વિવાદાસ્પદ ઘટનાની જાણકારી આપી હતી.

કનિમોઝી એ કહ્યું હતું કે  મેં સીઆરપીએફના અિધકારીને કહ્યું હતું કે મને હિન્દી નથી આવડતી, માટે અંગ્રેજી આૃથવા તમીલ ભાષામાં વાત કરો ત્યારે એ કર્મચારીએ આવો વિચિત્ર સવાલ કર્યો હતો.આ વાતની નોંધ લઇ આ સુરક્ષા એજન્સીએ તપાસનો આદેશ કર્યો હતો.ચેન્નાઇના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આ ઘટના છે જ્યારે કનિમોઝી દિલ્હી આવવા એરપોર્ટ પહોંચ્યા હતા.

તેમણે સુરક્ષા કર્મીને અંગ્રેજીમાં વાત કરવા કહેતા જવાને કનિમોઝીને તેમની ભારતીયતા અંગે જ સવાલ કરી દીધો હતો.’તેમણે મને સવાલ કર્યો હતો કે શું હું ભારતીય છું? મને એ નથી સમજાતું કે હિન્દી ભાષાને ભારતીય હોવા સાથે શું સબંધ છે?  ભારતીય હોવું એટલે હિન્દી બોલવું જરૂરી છે?’એમ ડીએમકેની મહિલા શાખાના વડા એવા કનિમોઝીએ સવાલ કર્યો હતો.

કનિમોઝીએ કરેલા સવાલનું અનેક લોકોએ સમર્થન કર્યું હતું.એક યુઝરે લખ્યું હતું કે હું ભારતીય છું અને હિન્દી સાથે એને કંઇ લેવા દેવા નથી. કનિમોઝીએ કરેલા ટ્વિટને ગંભીર નોંધ લઇ સીઆઇએસએફએ તેની તપાસ શરૂ કરી હતી. કનિમોઝીએ કરેલા ટ્વિટના જવાબમાં સુરક્ષા એજન્સીએ લખ્યું હતું કે અમે આની તપાસ કરાવીશું. અમારા દળની  નીતિઓમાં ક્યાં પણ એવું લખ્યું નથી કે કોઇ ભાષાની જાણકેરી પર ભાર આપવો.

પક્ષના સૂત્રો અનુસાર, કનિમોઝી થોડા દિવસો માટે દિલ્હી રહેશે. ત્યાં તેમના સત્તાવાર કાર્યક્રમ છે. ઉલ્લેખનીય છે કે દેશના 64 એરપોર્ટની સુરક્ષા સીઆઇએસએફને સોંપાઇ છે. તેઓ આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખે છે  મુસાફરોના સામાન તેમજ તેમની અંગત  તપાસ કરે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.