દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે લોકડાઉન અને દેશમાં આવેલી આર્થિક મંદી પર વાત કરી. મનમોહન સિંહે કહ્યું કે આ મંદી આવવી લગભગ નક્કી હતી. તેની સાથે જ પૂર્વ વડાપ્રધાને તેનાથી ભારતને બહાર લાવવા માટેની ટીપ્સ પણ આપી છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે દેશમાં લોકડાઉન લગાવવુ સરકાર તરફથી ઝટકો આપવા જેવું હતું. જેના કારણે લોકોને ખુબ નુકસાન થયું. તેમને કહ્યું કે તેની અચાનક જાહેરાત અને કડક અમલ અસંવેદનશીલ પગલું હતું.
- મનમોહનસિંહે તે પગલાંની ચર્ચા કરી જેના દ્વારા ઈકોનોમીને ફરીથી સ્ટાર્ટ કરવામાં આવી શકે છે. મનમોહનસિંહે વધુમાં કહ્યું કે સૌથી પહેલા સરકારને ડાયરેક્ટ ટેક્સ ટ્રાન્સફર કરી લોકોની મદદ કરવી જોઈએ. જેનાથી તેમની ખરીદશક્તિ બનેલી રહે. બીજી વાત કહી કે બિઝનેસ લોન પર જોર આપવું પડશે, જેનાથી લોકોની પાસે વેપાર માટે પૈસા રહે અને ત્રીજી વાત કહી કે નાણાકીય ક્ષેત્રને નિર્ધારિત કરવું પડશે જે સંસ્થાકીય સ્વાયત્તતા દ્વારા કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.