બોલીવુડ અભિનેતા સંજય દત્ત આજે લીલાવતી હોસ્પિટમાંથી ડિસ્ચાર્જ થઈને પોતાના ઘરે પહોંચી ચુક્યા છે. તેમનો ઓક્સિજન સેચુરેશન લેવલ ઘણું ઓછું હતું. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
61 વર્ષિય અભિનેતાને હોસ્પિટલમાં એડમિટ થયા બાદ તેમને આઈસીયુમાં ઓબઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. તેમનું ફુલ બોડી ચેકઅપ થયું હતું. આરટી પીસીઆર માટે સ્વેબ ટેસ્ટ પણ લેવામાં આવ્યો. તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો.
અભિનેતા સંજય દત્તના સ્વાસ્થ્યને લઈને સમાચાર આવતા જ તેમના ચાહકો પરેશાન થઈ ગયા હતા. એવામાં સંજય દત્તે હોસ્પિટલમાંથી સોશિયલ મીડિયા દ્વારા મેસેજ શેર કરી તેઓએ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ અને તેમના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.