પુણેમાં ઉચ્ચશિક્ષિત યુવતી પર ફેમિલી ડૉકટરે કર્યો બળાત્કાર

પુણેમાં રહેતી એક ઉચ્ચશિક્ષિત૨ યુવતી પર પંચકર્મ ઉપચાર કરવાને બહાને તેનું રેકોર્ડિંગ કરી તે સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી તેના પર બળાત્કાર કરવા પ્રકરણે પોલીસે પુણેના એક ડૉકટરની અટક કરી છે. આ ડૉકટરને કોર્ટમાં હાજર કરવામાં આવતા કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર પોલીસે ડૉ. વાડિયાર (૩૬)ની અટક કરી  છે. ફરિયાદી યુવતીનો વાડિયાર ફેમિલી ડૉકટર હોવાથી તે પીઠના દુઃખાવાની સારવાર માટે ડૉકટર પાસે આવતી. દરમિયાન ડૉકટરે તેના સારવાર દરમિયાનના વીડિયો ઉતારી લીધા હતા અને તે સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી તેણે ફરિયાદી પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ વાતથી  ત્રસ્ત યુવતીએ આ બાબતે કુટુંબીજનોને જાણ કરતા તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તરત જ ડૉકટરની અટક કરી તેના પાસેથી પીડિતાના વીડિયો જપ્ત કર્યા  હતા. તેમજ આ રીતે અન્ય કોઇ મહિલાને ભોગ બનાવી છે. તે તેની પણ તપાસ શરૂ કરી હતી. આરોપી ડૉટરની અટક કરી કોર્ટમાં હાજર કરવામાં આવતા કોર્ટે તેને ૧૦ ઓગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

૧૦મા  ધોરણમાં પાસ થયેલી વિદ્યાર્થિની પર ગેંગ રેપ : કૂૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી

સ્યુસાઇડ નોટના આધારે બે આરોપીની ધરપકડ

૧૦માં  ધોરણમાં પાસ થયેલી કિશોરી પર ચંદ્રપુરમાં ગેંગ રેપ કરાતા હતાશામાં તેણે આત્મહત્યા કરી  હતી. ચંદ્રપુર પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરી છે. મૃતક વિદ્યાર્થિનીએ લખેલી સ્યુસાઇડ નોટના આધારે તપાસ શરૂ છે.

ચંદ્રપુરના નાગભીડ તાલુકામાં રહેતી ૧૬ વર્ષીય રંજના (નામ બદલ્યુ છે) હાલમાં ૧૦માં ધોરણમાં ૬૧ ટકા માર્ક સાથે પાસ થઇ હતી. તે ખેતરમાં કામ નિમિતે જઇ રહી હતી. તેની માતા પણ મજૂરી કરવા ગઇ હતી.

તે સમયે બે આરોપીએ કિશોરીનો પીછો કરી તેને પોતાની વાસનાનો ભોગ બનાવી હતી. આથી રંજના હતાશ થઇ ગઇ હતી. તેણે કૂવામાં કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે સ્યુસાઇડ નોટ લખી હતી. એમા બે આરોપીએ બળાત્કાર ગુજાર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી બંને આરોપીને પકડી લીધા છે.

આ બનાવને લીધે લોકોમાં રોષની લાગણી પ્રસરી ગઇ છે. બીજીતરફ રાજ્યમાં વિદ્યાર્થિની સુરક્ષાને લઇને પણ સવાસ થઇ રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.