લોકડાઉન નિયંત્રણો હળવા કરવામાં હાઉસિંગ સોસાયટીઓને હજુ પણ ખચકાટ

– કેસ ડબલિંગરેટ વધ્યો છતાં

– મુંબઇના 24 વોર્ડ પૈકી સાતમાં કોરોના કેસ બમણા થવાનો દર 100 દિવસથી વધુ છતાં ફફડાટ યથાવત

 

આ મહાનગરના ૨૪ વોર્ડ પૈકીના  સાત વોર્ડમાં કોવિડ-૧૯ના કેસ બમણા થવા (ડબલિંગ)ના દરમાં સુધારો થયો છે અને તે એક્સો દિવસના આંકનેપણ વટાવી ગયો છે તેમ છતાં હાઉસિંગ સોસાયટીઓ  અને રેસિડેન્શ્યિલ કોમ્પ્લેક્સીસ તેમના પરિસરમાં લોકડાઉનનાં નિયંત્રણોહળવા કરવામાં તેમાં  છુટછાટ આપવામાં હજુ પણ ખચકાય છે.

સોસાયટીઓની કમિટિઓના પદાધિકારીઓને લાગેછે કે કોરોનાનું જોખમ હજુ  ગયું નથી અને સોસાયટીના  રહિશોને તેનો ચેપ લાગવાની શક્યતા અગાઉ જેટલા  જ પ્રમાણમાં છે.

તાળાબંધી  હટાવવાના પ્રથમ તબક્કા દરમિયાન અમે  અમારી  સોસાયટીમાં નિયંત્રણોમાં છૂટ આપી હતી. પરંતુ ત્યારબાદ કોવિડ કેસ વધ્યા હતા. આ બાબતને  ધ્યાનમાં લઇનેહવે અમે નિયંત્રણો  તાત્કાલિક હળવાં કરવા માગતા નથી એમ અંધેરીની એક હાઉસિંગ સોસાયટીના સેક્રેટરીએ કહ્યું હતું.

કેસ બમણા થવાનો દર એક્સો દિવસના આંકને વટાવી ગયા હોય તેવા  વોર્ડ  પૈકી  સૌથી વધુ  ૧૫૮ દિવસનો દર એચ-પૂર્વ (બાંદરા, સાંતાક્રુઝ, ખાર) વોર્ડનો  છે. ત્યાર બાદ કે- પૂર્વ (અંધેરી પૂર્વે) વોર્ડ લગભગ ૧૨૦ દિવસ એલ (સાકીનાકા, ચાંદિવલી, કુર્લા) વોર્ડ ૧૧૮ દિવસ, એસ ( ભાંડુપ, પવઇ) વોર્ડ ૧૦૮ દિવસ, કે-પશ્ચિમ  ( અંધેરી- પશ્ચિમ) વોર્ડ ૧૦૮ દિવસ, એફ- ઉત્તર (માટુંગા- સાયન, વડાલા) વોર્ડ ૧૦૪ દિવસ તથા નવા  રચાયેલા  એમઇ (ગોવંડી, માનખુર્દ, દેવનાર) વોર્ડનો કેસ ડબલિંગ દર એક્સો દિવસનો છે.

લોકડાઉન હળવો કરવાની શરૃઆત થઇ તે સાથે, અગાઉ મોટે ભાગે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાંનો કોરોનાનો જે ફેલાવો હતો તે બહુમાળી બિલ્ડીંગો સુધી પ્રસરવા લાગ્યો હતો. પરિણામે  હાઉસિંગ સોસાયટીઓમાં કોવિડના કેસ વધવા લાગ્યા હતા અને ત્રણ  માસમાં તો  સમગ્ર મુંબઇમાં  સાત હજારથી વધુ બિલ્ડિંગો સીલ કરવા પડયા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.