65 વર્ષથી વધુ વયના ફિલ્મ અને ટીવી કલાકારોને શૂટિંગથી દૂર રાખતો સરકારી ઠરાવ હાઈકોર્ટે રદ કર્યો

ફિલ્મ અને ટીવી કલાકારો તથા ક્રુ સભ્યો જે ૬૫ વર્ષથી વધુ વયના હોય તેમને સ્ટુડિયો કે આઉટડોર સેટ પર જવાથી અટકાવતી મહારાષ્ટ્ર સરકારની નિયમાવલી બોમ્બે હાઈકોર્ટે રદ કરી છે. સરકારના આ સંબંધી બે નિર્ણયો રદ કર્યા છે. ન્યા. કાથાવાલા અને ન્યા. છાગલાએ ૩૦ મે અને ૨૩ જૂનના સરકારી ઠરાવને રદબાતલ કર્યા છે.

જોકે ૬૫ વર્ષથી ઉપરની વ્યક્તિ માટે અન્ય એડવાઈઝરી લાગુ રહેશે એમ કોર્ટે જણાવ્યું હતું.

શૂટિંગ કરવાથી ૬૫ વર્ષથી વધુ વયના કલાકારોને અટકાવતો રાજ્ય સરકારનો નિર્ણય ‘બુધ્ધિ વિનાનો’ છે, એમ હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. આ નિર્ણય જોહુકમી અને પક્ષપાતી છે. જોકે સરકારે પોતાનો નિર્ણય યોગ્ય ગણાવીને ભવિષ્યમાં બદલાશે એવી રજૂઆત કરી હતી. સરકારની નિયમાવલીને વરિષ્ઠ કલાકાર પ્રમોદ પાંડેએ કરેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી.

અગાઉની સુનાવણીમાં કોર્ટે જાણવા માગ્યું હતું કે શારીરિક રીતે સજ્જ વરિષ્ઠ નાગરિક બહાર નીકળીને આજીવિકા રળીને માનભેર જીવન જીવી શકે છે કે નહીં. અન્ય ક્ષેત્રમાં આવા નિયંત્રણ કેમ લદાયા નથી એવો સવાલ પણ કોર્ટે કર્યો હતો.

સરકારી વકિલે દલીલ કરી હતી કે આ નિર્ણય તેમના આરોગ્યની સંભાળ માટે લેવાયો છે. જેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે અને સરળતાથી રોગનો ચેપ લાગી શકે છે. જો કેન્દ્ર ૬૫ વર્ષના વધુના  નાગરિકને છૂટ આપશે તો રાજ્ય પણ એવું ધોરણ અપનાવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.