હાલમાં સોશિયલ મીડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક પત્ર વાઈરલ થઈ રહ્યો છે. આ પત્રમાં દાવો કરાયો છે કે, પીએમ મોદીએ યોગી આદિત્યનાથ અને તેમની ટીમને હિંદુ રાષ્ટ્રના નિર્માણમાં તેમના યોગદાન માટે શુભકામના પાઠવી હતી. સાથે જ કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદીએ રામ મંદિરના નિર્માણ માટે 50 કરોડ રૂપિયા આપ્યા છે. જો કે PIB Fact Check દ્વારા આ વાઈરલ મેસેજની ચકાસણી કરી હતી. જેમાં આ મેસેજ ફેક હોવાનું સામે આવ્યું છે. પીએમ મોદી વિરુદ્ધ લોકોને ઉશ્કેરવા માટે આ નિમ્ન પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો આ પત્ર વડા પ્રધાન કાર્યાલયથી જાહરે કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. જેમાં લખ્યું છે કે, હું તમને અને તમારી ટીમને હિંદુ રાષ્ટ્રમાં તમારું બહુમૂલ્ય યોગદાન આપવા માટે શુભકામના પાઠવું છું. રામ મંદિરમાં નિર્માણ માટે તમારી ઈમાનદારી અને આકરી મહેનત માટે લોકો હંમેશા તમને અને તમારી ટીમના આભારી રહેશે. જે હિન્દુ રાષ્ટ્ર માટે એક નવો ઈતિહાસ બનાવશે.
પત્રમાં પીએમ મોદીએ ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણી માટે પણ આદિત્યનાથને શુભકામના પાઠવી છે. અને કહ્યું છે કે, વડા પ્રધાન કાર્યાલય તરફથી હું રામમંદિરના નિર્માણ માટે 50 કરોડ રૂપિયા મોકલી રહ્યું છે.
5 ઓગસ્ટે પીએમ મોદીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો અને મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન પણ કર્યું હતું. આ સમારોહમાં સીએમ આદિત્યનાથ, અને સંતો સહિત 175 હસ્તીઓ સામેલ રહી હતી. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ કરી દીધો હતો. વર્ષોથી ચાલી આવતો આ વિવાદ સુપ્રી કોર્ટના નિર્ણય બાદ ખતમ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.