ચીનનાં ઇશારા પર ભારત સાથે તંગદીલી વધારી રહેલા નેપાળનો મિજાજ ઠંડો પડલા લાગ્યો છે, ભારતીય વિસ્તારોને પોતાના નકશામાં સામેલ કરીને વિવાદ પેદા કર્યા બાદ પાડોશી દેશો હવે બીજી વખત વાતચીત કરવા માટે રસ્તો શોધી રહ્યો છે.
કેપી શર્મા ઓલીની સરકારને કોઇ માર્ગ દેખાયો નહીં તો હવે નિષ્ણાતોની સલાહ લઇ રહી છે, કે કઇ રીતે બીજી વખત ભારત સાથેનાં સંબંધો સામાન્ય કરી શકાય, જેથી વાતચીત ફરીથી શરૂ થઇ શકે.
કાઠમંડુ પોસ્ટની એક રિપોર્ટ મુજબ છેલ્લા કેટલાક સપ્તાહમાં વિદેશ પ્રધાન પ્રદીપ ગ્વાલીએ પુર્વ પ્રધાનો, રાજનિતિજ્ઞો અને નિષ્ણાતો સાથે વિચાર-વિમર્શ કર્યો છે, જવાલીએ પણ આ વાતની પુષ્ટી કરી છે કે ભારત સાથે ચર્ચા માટેનાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ગ્વાલીએ કાઠમંડુ પોસ્ટને કહ્યું ભારત સાથે વાતચીતની ચેનલ ખોલવા માટે કાઠમંડુ અને નવી દિલ્હીમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જો કે પરિણામો આવવામાં થોડો સમય લાગશે, રિપોર્ટ મુજબ ભારત સાથે વાતચીત શરૂ કરવાની પ્રક્રિયા પર કાઇ નક્કર થઇ શક્યું નથી.
નેપાળનાં વડાપ્રધાન કેપી શર્મા ઓલી ભલે ભારત વિરોધી હોય પરંતું નેપાળમાં મોટાભાગનાં લોકો આજે પણ તેવું માને છે કે ભારત સાથે રહેવામાં જ નેપાળનું હિત સમાયેલું છે,ચીન જે રીતે એશિયાનાં નાના દેશોને કરજદાર બનાવીને પોતાની જાળમાં ફસાવી રહ્યું છે, તેનાથી નેપાળ પણ ક્યાંકને ક્યાંક શંકાશીલ તો ચોક્કસ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.