હાર્દિક પટેલ નો રૂપાણી ને પત્ર! કર્યા મોટા ખુલાસા! રાજકારણ ફરી ગરમાયું

ગુજરાતમાં દારૂબંધી મુદ્દે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના નિવેદન બાબતે રાજકારણ ગરમાઈ ગયું છે. ક્યાંક ને ક્યાંક સરકારની નિષ્ફળતા છતી થઈ જતાં સરકાર પણ ભીંસમાં મુકાઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે દારૂબંધી અંગે કોઈ નક્કર જવાબ નથી ત્યારે તેઓ અને ભાજપના નેતાઓ ગુજરાતની અસ્મિતાની આડ લઇ રહ્યા છે. બીજી તરફ પોતાની નિવેદન સાચું ઠરતાં ગહેલોત વધારે આક્રમક દેખાઈ રહ્યા છે. ત્યારે આ દારૂ ડીબેટમાં હવે હાર્દિક પટેલ ની પણ એન્ટ્રી થઈ ગઈ છે. હાર્દિકે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને લેટર લખ્યો છે જેમાં મોટા ખુલાસા કર્યા છે જેથી રાજકારણ ગરમાઈ ગયું છે.

હાર્દિક પટેલ નો મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર અક્ષરસહ “ઘણી વાર મને તમારી પર હસવાનું મન થાય છે!! રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે ગુજરાતમાં દારૂ મોટા પ્રમાણમાં પીવાય છે, અને આ સાંભળતા જ તમે કહ્યું કે કોંગ્રેસે ગુજરાતના 6 કરોડ લોકોનું અપમાન કર્યું છે. અરે વિજયભાઈ આમાં ગુજરાતીઓનું અપમાન નથી થયું પરંતુ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે સાચું કહ્યું છે. ગુજરાતમાં કરોડો લીટર દારૂ પકડાય છે. થોડા દિવસ પહેલા તમારા રાજકોટમાં જ મોટા પ્રમાણમાં દારૂ પકડાયો હતો.

વિજયભાઈ તમને બહુ લાગી આવ્યું હોય તો રાજસ્થાનના મુખ્યમંત્રી ને પડકાર ફેંકો કે હવે ગુજરાતમાં એક બોટલ દારૂ પકડાશે તો હું રાજીનામુ આપી દઈશ. પરંતુ તમે પડકાર તો નહીં ફેંકી શકો. વિજયભાઈ ગુજરાતની જનતા સાથે ઇમોશનલ રમત રમવાનું બંધ કરો અને જે સાચું હોય તે સ્વીકારો. ફક્ત છેલ્લા બે વર્ષના આંકડા છે જેમાં 147 કરોડનો દારૂ પકડાયો છે. 16,033 દારૂ સાથે વાહનો પકડાયા છે. 3,13,642 દેશી દારૂની બોટલ અને 90,22,408 વિદેશી દારૂની બોટલ પકડાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.