સુશાંત સિંહ રાજપૂતના મોતમાં મીડિયાએ મને દોષીત જાહેર કરી દીધીઃ રિયા ચક્રવર્તી

 

– છેલ્લાં 30 દિલસમાં બે કલાકારોએ આત્મહત્યા કરી તેમની ચર્ચા પણ નથી કરતા કોઇ

– આ મામલે મીડિયામાં વધુ દેખાડવામાં આવી રહ્યું છે

 

બોલિવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં રિયા ચક્રવર્તીએ મીડિયા ટ્રાયલ પર આરોપ લગાવ્યા છે. રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવતા કહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતના નિધન માટે મીડિયાએ તેને પહેલેથી જ દોષીત ઠેરવી છે. રિયાએ પોતાની અરજીમાં લખ્યું છે કે મીડિયા આ મામલાને સતત સનસનાટીભર્યા સમાચાર બનાવવાને કારણે તેને ઊંડી માનસિક પીડા પહોંચી છે અને તેની ગુપ્તતાનું ઉલ્લંઘન થયું છે.

રિયાએ કહ્યું હતું કે આ મામલે મીડિયામાં અતિશોયક્તિ દેખાડવામાં આવી રહી છે. મીડિયા આ મામલે આક્રમક તપાસ અને દલીલ કરી રહ્યું છે. અરજીમાં સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું છે કે સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસમાં કોઈ આરોપ લગાવતા પહેલા મીડિયાએ રિયા ચક્રવર્તીને દોષીત ઠેરવી દીધી છે.

રિયાએ પોતાના સોગંદનામામાં સીબીઆઇ તપાસનો પણ વિરોધ કર્યો છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ કેસ બિહાર રાજ્યે મુંબઈ ટ્રાન્સફર કરવાને બદલે પટણા ટ્રાન્સફર કરીને ખોટી રીતે કામ કર્યું છે. સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો અધિકાર છે.

રિયા ચક્રવર્તીએ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે છેલ્લા 30 દિવસમાં બે કલાકારો આશુતોષ ભાકરે અને સમીર શર્માએ પણ આત્મ હત્યા કરી હતી પરંતુ મીડિયાએ તેમના કોઈ સમાચાર બતાવ્યા નથી. રિયાએ પોતાના સોગંદનામામાં કહ્યું છે કે સુશાંત સિંહના દુ:ખદ મૃત્યુની તપાસ એટલે કરવામાં આવી રહી છે કારણ કે આગામી દિવસોમાં ચૂંટણી છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.