મણીપુરમાં ભાજપે વિશ્વાસ મત પ્રાપ્ત કર્યો, કોંગ્રેસના 8 ધારાસભ્ય ગેરહાજર

– સોમવારે વિશેષ સત્રમાં ધ્વની મતથી

– કોંગ્રેસના ધારાસભ્યોએ ખુરશીઓ ઉછાળી ભાજપ પર હોર્સ ટ્રેડિંગના આરોપ લગાવ્યા

 

મણિપુરમાં મુખ્ય મંત્રી એન બીરેનસિંહની આગેવાની વાળી ભાજપ સરકારે વોઇસ વોટથી વિશ્વાસ મત પ્રાપ્ત કરી લીધા છે. પ્રાપ્ત રિપોર્ટ અનુસાર બહુમત પરીક્ષણ દરમિયાન ભાજપના 28 જ્યારે કોંગ્રેસના 16 ધારાસભ્યો હાજર હતા.

જોકે આ વિશ્વાસમત પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના આઠ ધારાસભ્યો હાજર નહોતા રહ્યા. મુખ્ય પ્રધાન એન. બિરેનસિંહે વિશ્વાસ મત પ્રાપ્ત કર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ  ભાજપ પર વિધાનસભાની મર્યાદાના લીરા ઉડાવવામા આવ્યા હોવાના આરોપો લગાવ્યા હતા.

જોકે સાથે જ હાજર ધારાસભ્યોએ ખુરશીઓ પણ ઉડાવી હતી. સોમવારે એક દિવસ માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામા આવ્યું હતું. જે દરમિયાન વિશ્વાસમતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન મણિપુરના પૂર્વ સીએમ અને સીએલપી નેતા ઓકરામ ઇબોબી સિંહે કહ્યું હતું કે મણિપુરમાં કાયદાનું શાસન નથી. અમે મત વિભાજનની માગણી કરી રહ્યા છીએ પણ ભાજપને તે મંજૂર નથી. સત્તાધારી પાર્ટીની અંદર જ અનેક લોકો આ પ્રસ્તાવને પસંદ નથી કરી રહ્યા તેવો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.