ફિલ્મસ્ટાર સંજય દત્તને ફેફસાનુ ત્રીજા સ્ટેજનુ કેન્સર હોવાનું નિદાન થયુ છે. મીડિયા રીપોર્ટ મુજબ સંજયદત્તને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જેના કારણે તે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો અને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જો કે કોરોનાનો રીપોર્ટ નેગેટીવ આવતા સંજય દત્ત અને તેના પરીવારજનો સહીત ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આ રાહત ક્ષણભંગુર સાબિત થઈ. સંજય દત્તે કરાવેલા અન્ય પરીક્ષણમાં, સંજય દત્તને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયુ છે. મીડિયા રીપોર્ટ મુજબ સંજય દત્ત કેન્સરની સારવાર માટે અમેરીકા જવા રવાના થયા છે. કેન્સરની વધુ સારવાર અમેરીકામાં લેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.