દેશનો જીડીપી સ્વતંત્રતા પછીના સૌથી નીચલા સ્તરે જઇ શકે : નારાયણમૂર્તિ

– લોકોએ કોરોના સાથે જીવતા શીખવું પડશે : ઇન્ફોસિસના સ્થાપક

– અર્થતંત્રને પાટા પર લાવવા 14 કરોડ વતન ગયેલા કામદારોને પરત લાવવા પડશે

 

કોરોના સામેની લડત સાથે અર્થતંત્રને પણ પાટા પર લાવવાનો પ્રયત્નો કરવા જોઇએ : જીડીપી ઓછામાં ઓછો પાંચ ટકા ઘટશે

કોરોનાવાઇરસ મહામારીને કારણે ઇન્ફોસિસના સૃથાપક એન આર નારાયણમૂર્તિએ દેશનો જીડીપી વિકાસ સ્વતંત્રતા પછીનો સૌથી ઓછો રહેવાનો ભય વ્યક્ત કર્યો છે. જો કે તેમણે જણાવ્યું છે કે આિર્થક પ્રવૃત્તિઓને પાટા પર લાવવી જોઇએ અને લોકોએ કોરોના સાથે જીવવા માટે તૈયાર થઇ જવું જોઇએ.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે કેટલીક સાવચેતી સાથે દેશના આૃર્થતંત્રના દરેક સેકટરના દરેક એકમને પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધવાની મંજૂરી આપવી જોઇએ.

મૂર્તિના જણાવ્યા અનુસાર ભારતના જીડીપીમાં ઓછામાં ઓછો પાંચ ટકાનો ઘટાડો થશે. તેમના મતે સૌથી ખરાબ સંજોગોમાં જીડીપી સ્વતંત્રતા પછીના સૌથી નીચલા સ્તરે પણ જઇ શકે છે.

ઇન્સ્ટીટયૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત ઓનલાઇન  કાર્યક્રમ ઇન્ડિયા ડિજિટલ કન્વરઝેશનમાં ‘લિડિગ ઇન્ડિયાસ ડિજિટલ રેવોલ્યુશન’ વિષય પરની ચર્ચામાં મૂર્તિએ ભારતના જીડીપી અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક જીડીપીમાં ઘટાડો થયો છે. વૈશ્વિક વેપારમાં મોટા પાયે ઘટીડો થયો છે. વૈશ્વિક ટુરિઝમ બંધ થઇ ગયું છે. વૈશ્વિક જીડીપીમાં પણ પાંચથી દસ ટકાનો ઘટાડો થવાની શક્યતા છે.

તેમણે જણાવ્યું હતું કે હું લોકડાઉનના પહેલા દિવસ 24 માર્ચથી કહી રહ્યો છું કે લોકોએ કોરોનાવાઇરસ સાથે જીવતા શીખી લેવું પડશે કારણકે તેની કોઇ વેક્સીન નથી, તેનો કોઇ ઇલાજ નથી અને આિર્થક પ્રવૃત્તિઓ પર બ્રેક મારવી યોગ્ય નથી.

તેમણે જણાવ્યું હતું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં કોરોનાવાઇરસની પ્રથમ રસી બનાવવામાં આવે તેવી શક્યતા છે અને તેને આપણા દેશમાં આવતા 6 થી 9 મહિનાનો સમય લાગી શકે છે. જો કે આપણે દરરોજ એક કરોડ લોકોને વેકસીન આપીએ તો દેશા તમામ લોકોને વેકસીન આપવામાં 140 દિવસનો સમય લાગશે.

આ એક લાંબો સમયગાળો છે. તેમણે જણાવ્યું હતું કે આપણે આૃર્થતંત્રને અટકાવી ન શકીએ. આ વાઇરસને કારણે કુલ 14 કરોડ કામદારોને અસર થઇ છે. તેથી સમજદારી એ જ વાતમાં છે કે કોરોનાવાઇરસ સાથે જીવતા શીખવું પડશે. આિર્થક પ્રવૃત્તિઓ ચાલુ રાખીને કોરોના સામે લડવુ પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.