પેટાચૂંટણીની તૈયારીઓ ચરમસીમાએઃ 21 ફલાંઈગ સ્ક્વોડ રહેશે તૈનાત

ગુજરાતમાં પેટાચૂટંણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે તેની તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. આગામી 21 ઓક્ટોબરના રોજ છએ બેઠક ઉપર 14.76 લાખ મતદાતા મતદાન કરશે. ચૂંટણી પર નજર રાખવા 21 ફ્લાઈંગ સ્ક્વોડને તૈનાત કરવામાં આવશે

આ વખતે ગુજરાતની પેટા ચુંટણીમાં જંગ બરોબરીનો જામ્યો છે. કોંગ્રેસ કોઈપણ ભોગે પોતાના બેઠકો જતી કરવા માંગતુ નથી તો ભાજપ પણ ગમે તેમ કરીને બધી બેઠકો બથાવવામાં માને છે. એવામાં ચૂટંણી તૈયારીઓ તેની ચરણસીમાએ પહોંચી છે. ચૂંટણી પર નજર રાખવા 21 ફ્લાઈંગ સ્ક્વોડને તૈનાત કરવામાં આવશે 14.76 લાખ મતદાતાઓ આ ચૂટંણીમાં ભાગ લેશે. 21 ઓક્ટોબરે 6 બેઠકો પર મતદાન યોજાશે.

પેટાચૂંટણીમાં કુલ 14.76 લાખ મતદારો મતદાન કરવાના છે. 1,781 મતદાન મથકો પરથી મતદાતા મતદાન કરશે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ તેમજ અન્ય થઈને કુલ 42 ઉમેદવારો પેટાચૂંટણી લડી રહ્યા છે.

3532 EVM, 3428 VVPAT ઉપયોગમાં લેવામાં આવશે. ચૂંટણી પર નજર રાખવા 21 ફ્લાઈંગ સ્ક્વોડને તૈનાત કરવામાં આવશે. જડબેસલાક બંદોબસ્ત સાથે ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.