વલસાડ પંથકમાં કોરોના ની હાડમારી ભયંકર હદે આગળ વધી રહી છે ત્યારે ભાજપ સરકારે કોરોના માટે નિયમો કડક બનાવ્યા છે પણ ભાજપ જ કાયદા નું પાલન નહીં કરતું હોવાનું સપાટી ઉપર આવ્યું છે ,જેનું તાજું ઉદાહરણ વલસાડ ના પારડી ખાતે આવેલ નગરપાલિકા હોલ ખાતે ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ નું અભિવાદન સમારોહ દરમ્યાન સોસિયલ ડિસ્ટન્સ ના સરા જાહેર ધજાગરા ઉડ્યા હતા પરંતુ એટલા મોટા રાજકારણ ના ટોળાઓ સામે પોલીસ કઈ કરી શકી ના હતી
વલસાડ જિલ્લા ના પારડી ના હોલ માં અંદાજે ૩૦૦ વ્યક્તિઓ ની બેઠક વ્યવસ્થા હોવાનું જણાય છે પરંતુ આજ હોલ માં ૩૦૦૦ થી વધુ કાર્યકર્તા આવી પોહચતા કોરોના પ્રસરવાની શકયતા ઉભી થઇ છે બીજી મહત્વ ની વાત એ પણ છે કેકલેકટર ના જાહેર નામાં નો ભંગ થયો હોવાનું સ્પષ્ટ થયું હોવા છતાં કોઈ કાર્યવાહી નહિ થતા લોકો માં ભારે ચર્ચા ઉઠી હતી. એક તરફ લોકો ને નિયમો ના બહાના હેઠળ સામાન્ય જનતા ને મોટો દંડ એકત્ર કરવામાં આવી રહ્યો છે ત્યારે વગદાર વ્યક્તિઓ ને નિયમો નડતા નહિ હોવાનું સપાટી ઉપર આવતા ભારે આશ્ચર્ય ફેલાયુ હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.