BS-4 વાહનો ખરીદનારા હજારો લોકોને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે 31 માર્ચ સુધી વેચાયેલા વાહનોના રજિસ્ટ્રેશન કરવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે વાહનોનું વેચાણ થયા બાદ ઈ -વાહન પોર્ટલ પર નોંધાઈ ગયા છે અથવા જેનું અસ્થાયી રજિસ્ટ્રેશન થયું છે, તેનું રજિસ્ટ્રેશન થઈ શકે છે. જો કે દિલ્હી -NCRમાં વેચાયેલા વાહનો પર હાલ છૂટ આપવામાં આવી નથી.
જણાવી દઈએ કે, 9 જુલાઈએ પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, 31 માર્ચ, 2020 બાદ વેચાણ થયેલા વાહનો BS-4નું રજિસ્ટ્રેશન થવું જોઈએ નહીં. કોર્ટે સરકારને કહ્યું કે, એ તપાસ કરવામાં આવે કે શું ડીલરોએ કોરોના મહામારીના કારણે BS-4 વાહનોના વેચાણ માટે વધારેલા સમય મર્યાદા બાદ તે વાહનોનું વેચાણ કર્યું છે.
દેશમાં 1 એપ્રિલ 2020થી બીએસ-6 માપદંડ લાગુ થઈ ગયો છે. કોર્ટે BS -6 લાગુ કરવામાં ડેડલાઈન વધારવાનો ઈનકાર કરી દીધો હતો. બાદમાં કોર્ટે લોકડાઉનમાં છૂટ બાદ મર્યાદિત સમયમાં ઈનવેન્ટ્રીના દસ ટકા વાહનો વેચવાની મંજૂરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.