વિરાટ અને અનુષ્કા સૌથી ફેમસ કપલ હોવા સાથે IGTV સિરીઝમાં પ્રથમ ભારતીય કપલ બન્યા

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામની લોકપ્રિય ‘ટેક અ બ્રેક’ સીરિઝમાં નજર આવનાર પ્રથમ ભારતીય કપલ બની ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર આ સીરિઝમાં 40 મિલિયન ફોલોઅર્સ ધરાવતી એક્ટ્રેસ અનુષ્કા અને 70 મિલિયન ફોલોઅર્સ ધરાવનાર વિરાટએ પોતાના વ્યવસાય, અંગત જીવન વગેરે અંગે એકબીજાને સવાલો કર્યા. આ દરમિયાન તેઓએ આ કપરા સમયની વચ્ચે બધાને સુરક્ષિત રહેવા અને પોતાના માટે આરામની ક્ષણ શોધવા માટે પ્રોત્સાહન પણ કર્યું.

લગભગ 6 મિનિટના આ એપિસોડમાં દર્શકોને એ ખબર પડી જશે કે, વધુ પિત્ઝા કોણ ખાય છે, કોણ સ્પેસ મિશન પર જવા માંગે છે અને બન્નેમાં સારો ફોટોગ્રાફર કોણ છે.

https://www.instagram.com/tv/CDxpg1KJxox/?utm_source=ig_web_copy_link

આ કપલ સેલેના ગોમેઝ, માઈલી સાઈરસ અને નાઓમી કેમ્પબેલ જેવા સ્ટાર્સની યાદીમાં સામેલ થઈ ગયા છે. જે અત્યાર સુધી ‘ટેક અ બ્રેક’ સીરીઝમાં ભાગ લઈ ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.