ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાવાની શક્યતા, સુરતનાં નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

  1. સુરત : ઉકાઈ ડેમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે ઉકાઈ ડેમ (Ukai Dam) ની જળસપાટી ભયજનક (The water level is terrible) સ્તરે પહોંચી વળ્યુ છે. સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા જણાવવામાં આવ્યુ કે, આજ રોજ બપોર પછી ઉકાઈ ડેમમાંથી અંદાજિત 1 લાખ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવામાં આવશે તથા સુરત શહેર (Surat city) માં જે વિસ્તારો નિચાણવાળા (Lower areas) છે તેમાં પાણી ભરાઈ જવાની શક્યતાઓ રહેલી છે તેથી સુરત મહાનગર પાલિકા દ્વારા ખાસ તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી છે તથા જે લોકો નિચાણવાળા વિસ્તારોમાં રહે છે તે લોકોને સ્થળાંતર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
  2. ઉકાઈ ડેમની રૂલ લેવલ 335 ફૂટ છે અને આજે તેની સપાટી 331 જેવી રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઉકાઈની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતના લોકોની જીવાદોરી સમાન તાપી નદી (Tapi river) પરના ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફુટ છે તથા ઉકાઈ ડેમની 331.99 ફૂટ સુધીની ભયજનક સપાટીએ પાણી આવી પહોંચ્યુ છે. તે માટે આજે બપોર બાદ ઉકાઈ ડેમમાંથી તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. તે માટે તમામ નિચાણવાળા વિસ્તારોને એલર્ટ (Alert low lying areas) કરી દેવાયો છે તથા તે માટે પુરતી વ્યવસ્થાઓ કરવા માટે તંત્ર કામે લાગ્યુ છે.
  3. સુરત મહાનગર પાલિકા દ્વારા 1 લાખ ક્યુસેક પાણી છોડવાનું કારણ સર્વત્ર મેઘમહેર છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે. શહેરમાં વરસાદી માહોલ વચ્ચે સતત 3 દિવસથી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતનાં ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.