વડોદરાની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર છે. જેથી હવે વડોદરાના માથે ફરી એકવાર પૂરનું સંકટ ઉભુ થવાની શક્યતા છે. ગત વર્ષે વિશ્વામિત્રી નદીના પૂરે ભારે તારાજી સર્જી હતી. ત્યારે આ વર્ષે ફરી એ જ સ્થિતિ પેદા થવાની તૈયારી છે. વિશ્વામિત્રી નદીનું ભયજનક લેવલ 26 ફૂટ છે. જ્યારે હાલ નદીનું લેવલ 22 ફૂટે પહોંચી ગયું છે. વડોદરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ભયજનક લેવલ વટાવી જતા તંત્ર પણ એલર્ટમાં આવી ગયું છે. તો મોટાપાયે સ્થળાંતરની કામગીરી શરૂ કરાવામાં આવી છે. ભયજનક લેવલની નજીક પહોંચી જતા લોકોને ગયા વર્ષનું પૂર યાદ આવી ગયું છે. જેમાં જ્યાં જુઓ ત્યાં પાણીની ભયાવહ તસવીરો લોકોની નજર સામે તરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.