હોન્ડાએ તેની પોપ્યુલર કાર અમેઝના 4 લાખથી વધુ યૂનિટ્સ સેલ કરી દીધાં છે. હોન્ડા અમેઝને ભારતીય બજારમાં 7 વર્ષ થઈ ગયા છે. આ કંપનીની પહેલી સબ 4 મીટર (4 મીટરથી ઓછી લાંબી) કોમ્પેક્ટ સિડાન હતી. હવે આ મોડલના બે જનરેશન ભારતીય બજારમાં ઉતારવામાં આવ્યા છે. કંપનીએ વર્ષ 2018માં આ કારનો સેકન્ડ જનરેશન મોડલ ભારતીય બજારમાં લોન્ચ કર્યો હતો. કારના ફર્સ્ટ જનરેશન મોડલના લોન્ચના 5 વર્ષ બાદ કંપનીએ બીજો મોડલ લોન્ચ કર્યો હતો. કારના પહેલાં મોડલના 2.6 લાખ યૂનિટ્સ વેચાણ થયું, જ્યારે સેકન્ડ જનરેશન મોડલના 1.4 લાખ યૂનિટ્સનું વેચાણ થયું છે.
બીએસ 6 મોડલ જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યો હતો
બીએસ 6માં અપગ્રેડ થવા છતાં અમેઝનું પાવર BS4 વર્ઝન જેવું જ છે. કારમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન હોવાની સાથે તે 90hp પાવર અને 110Nm ટોર્ક જનરેટ કરે છે. જોકે, BS6માં તેની માઇલેજ થોડી ઓછી થઈ છે. આ એન્જિનનું માઇલેજ બીએસ 4 વર્ઝનમાં મેન્યુઅલ ગિયરબોક્સ સાથે 19.5 કિમી અને સીવીટી ગિયરબોક્સમાં પ્રતિ લિટર 19 કિલોમીટર હતું, જે બીએસ 6 વર્ઝનમાં અનુક્રમે 18.6 કિમી અને 18.3 કિમી પ્રતિ લીટર થઈ ગયું છે.
પેટ્રોલ એન્જિનની જેમ અપગ્રેડ કરેલા ડીઝલ એન્જિનનું પાવર પણ પહેલાં જેવું જ છે, પરંતુ માઇલેજ ઓછી થઈ ગઈ છે. એમેઝમાં 1.5 લિટર ડીઝલ એન્જિન છે, જે મેન્યુઅલ ગિયરબોક્સમાં 100hp પાવર અને 200Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે સીવીટી ઓટોમેટિક ગિયરબોક્સમાં આ એન્જિનનું આઉટપુટ 80 એચપી પાવર અને 160Nm ટોર્ક છે. બીએસ 4 વર્ઝનની તુલનામાં બીએસ 6 ડીઝલ એન્જિનનું માઇલેજ, મેન્યુઅલ ગિયરબોક્સમાં 2.7 કિમી અને સીવીટી ગિયરબોક્સમાં 2.8 કિમી પ્રતિ લિટર ઘટાડવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.