રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવા નિવેદનો કર્યા બાદ વિવાદ વકર્યો છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતાએ દારૂ પર ટ્વીટ કર્યુ છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે.
પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યુ કે વાસ્તવિકતા સ્વીકારવાને બદલે રાજ્ય સરકાર ગાજી રહી છે. સાથે જ ધાનાણી લખ્યું છે કે, છેલ્લાં બે વર્ષમાં અઢિસો કરોડનો દારૂ પકડાવીને તેમજ મળતીયાઓ મારફતે 25000 કરોડથી વધારેનો માલ ગામે ગામની ગલીમાં ઠાલવીને ગાંધીને ગુજરાતને ઝુમતું બનાવ્યું છે.
હેશટેગ ગુજરાત બચાવો અભિયાન સાથે પરેશ ધાનાણીએ છેલ્લાં બે વર્ષમાં પકડાયેલા વિદેશી દારૂની વિગત આપતી માહિતીવાળું કોષ્ટક પણ ટ્વીટ સાથે રજૂ કર્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.