બધા જાણે છે એમ અનુષ્કાએ વિરાટ સાથે અને દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન કર્યા પછી આ ચારેય ખુબ ચર્ચામાં છે. ક્યારેક ફોટૉને લઈને તો ક્યારેક વીડિયોના કારણે. આ પહેલા અનુષ્કા વિરાટનો કિસ કરતો અને દીપિકા રણવીરનો પણ એવોર્ડ શોમાં કિસ કરતો વીડિયો સામે આવ્યો હતો. પરંતુ આ વખતે વાત છે અનુષ્કા અને રણવીર સિંહની.
ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા અને રણવીર સિંહે અત્યાર સુધી ત્રણ ફિલ્મો સાથે કરી છે. હાલમાં મુંબઈમાં એક એવોર્ડ ફંક્શન યોજાયું હતું એમા બંન્ને એકસાથે જોવા મળ્યા હતાં. આ ફંક્શન દરમિયાન બંન્ને વચ્ચે મીઠ્ઠી બોલાચાલી પણ થઈ હતી કે જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
રણવીર સિંહ જે રીતે અલગ અલગ પ્રકારના આઉટફિટમાં નજર આવે છે એ પણ એક ફન્નીનો વિષય બનતો હોય છે. કંઈક એ પ્રકારે જ આ વખતે પણ તે સ્ટેજ પર પહોંચ્યો હતો. તેમજ સ્ટેજ પરથી અચાનક જ તેણે સફળતા અને તેના માટે કોનો શું મત છે તે અંગે વાતો શરૂ કરી.
ધીમે ધીમે સ્ટેજ પરથી નીચે ઉતરતા તેણે અનુષ્કા તરફ આંગળી ચિંધીને કહ્યું કે ‘ખૂબ જ સુંદર અને ટેલેન્ટેડ અનુષ્કા શર્મા પાસેથી જ આપણે જાણીએ કે તેના મતે સફળતા એટલે શું?’ પરંતુ અનુષ્કા કંઈક અલગ જ જવાબ આપે છે અને એ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રણવીર અનુષ્કાનો જવાબ સાંભળવા માટે માઇક તેમા આગળ રાખે છે તો અનુષ્કાએ ખીજાતી હોય તેવી રીતે તેની સામે જોયું અને કહ્યું કે, “રણવીર, તમે હોસ્ટ નથી.’ ત્યારબાદ રણવીરે માફી માગી અને દોડીને સ્ટેજ પર ચઢી ગયો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.