પાંચ માસ બાદ વૈષ્ણોદેવી યાત્રા આજથી શરુ, દરરોજ 2000 ભક્તો દર્શન કરી શકશે

કોરોના સંકટને કારણે બંધ થેયલો માતા વૈષ્ણોદેવીનો દરબાર આજથી ભક્તો માટે ખુલી ગયો છે. જ્મ્મુ કાશ્મીર પ્રશઆસને રવિવારથી મા વૈષ્ણોદેવી યાત્રાને શરુ કરવાની અનુમતિ આપી દીધી છે. દેશમાં કોરોના વાયરસ ફેલાયા બાદ 18 માર્ચથી મા વૈષ્ણોદેવીની યાત્રા બંધ કરવામાં આવી હતી. ત્યારે હવે કડક નિયમો સાથે યાત્રાને ફરીથી શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. વર્તમાન સમયે દરરોજ માત્ર 2000 શ્રદ્ધાળુઓ જ માતાના દર્શન કરી શકશે.

યાત્રામાં સામેલ થવા માટે જમ્મુ કાશ્મીર પ્રશાસને ખાસ નિયમો બનાવ્યા છે. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવી વાતોનું વિશેષ ધ્યાન રાખવું પડશે. દરેક પ્રવેશદ્વાર પર યાત્રીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. યાત્રીઓને ફરજિયાત ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે. ઓનલિન રજીસ્ટ્રેશન બાદ જ લોકોને યાત્રાની મંજૂરી પવામાં આવશે.

60 વર્ષથી વધારે ઉંમરના લોકો, ગર્ભવતી મહિલાઓ, બિમાર લોકો, 10 વર્ષથી નાના બાળકોને યાત્રાની મંજૂરી નહીં મળે. આ સિવાય માતાના દરબારમાં એકસાથે 600 કરતા વધારે લોકો એકઠા થઇ શકશે નહીં. જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા આપવામાં આવેલા આ દિશા નિર્દેશ 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. આ સિવાય ભક્ટો મંદિર પરિસરમાં કોઇ પમ પ્રકારનું દના આપી શકશે નહીં. દેવી દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ કરવાની પણ મનાઇ કરવામાં આવી છે.

માતાના દર્શને પહોંચેલા પહેલા ગૃપના શ્રદ્ધાળુએ જણાવ્યું કે માતાના દરબારમાં પ્રવેશ પહેલા સેનેટાઇઝિંગ મશીનમાંથી પસાર થવું પડે છે, તો થર્મલ સ્ક્રિનિંગ પણ કરવામાં આવે છે. જે લોકોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન થયેલું છે માત્ર તેઓ જ મતાના દર્શન કરી શકશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.