CAA કાનુનના વિરુઘ્ઘ શાહીનબાગમાં આંદોલન કરનાર શાહજાદ અલી ભાજપમાં શામીલ

દિલ્હીના શાહીન બાગના સામાજિક કાર્યકર અને સીએએ વિરુદ્ધ ભાજપ સરકારનો વિરોધ કરનારા શાહજાદ અલી રવિવારના રોજ દિલ્હી ભાજપ પ્રમુખ આદેશ ગુપ્તા અને પાર્ટીના નેતા શ્યામ જાજુની હાજરીમાં ભગવા પક્ષમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ શાહજાદ અલીએ કહ્યું કે અમારા સમુદાયના એવા લોકોને ખોટા સાબિત કરવા માટે હું ભાજપમાં જોડાયો છું, જેમને લાગે છે કે ભાજપ આપણો દુશ્મન છે. તેમણે કહ્યું કે અમે સીએએની ચિંતાઓ પર સાથે બેસીશું.

શાહજાદ અલી થોડા દિવસો પહેલા સુધી ભાજપનો વિરોધી હતો અને શાહીન બાગમાં સરકાર વિરુદ્ધ CAA વિરુદ્ધ થયેલા આંદોલન માં મુખ્ય આંદોલનકારીઓમાં શામેલ હતો. શાહીન બાગમાં ધરણાનો અંત આવ્યો ત્યારથી તેમનું વલણ બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર સરકારની તરફેણ કરવાનું શરૂ કર્યું.

આગામી સપ્તાહમાં દિલ્હી ભાજપ અધિકારીઓની નવી ટીમની જાહેરાત થવાની સંભાવના છે. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે નવી નિમણૂકો અંગે ચર્ચાઓ અંતિમ તબક્કામાં છે અને આગામી સપ્તાહમાં આ અંગેની જાહેરાત થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે વિવિધ પદ માટેના નેતાઓનાં નામ લગભગ નક્કી થઈ ચૂક્યાં છે. આરએસએસના નેતૃત્વ સાથેની બેઠકમાં આ સપ્તાહની શરૂઆતમાં દિલ્હી ભાજપના નેતાઓ દ્વારા સંગઠનાત્મક બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી અને આગામી 1-2 દિવસમાં બીજી બેઠક યોજાવાની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.