રાજ્યમાં આગામી 4 દિવસ મેઘમહેર યથાવત રહેશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર અને દક્ષિણમાં ભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે. રાજકોટ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં ભારેની આગાહી જ્યારે વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદ વરસી શકે છે. સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, વલસાડમાં પણ વરસાદની આગાહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.