અમદાવાદમાં સૌથી સારું સાઉથ ઇન્ડિયન ફૂડ કોનું? આ સવાલ ફૂડ લવરને પૂછો તો તરત જ બોલે સંકલ્પ રેસ્ટોરન્ટ. ત્યારે સંકલ્પનું સાઉથ ઇન્ડિયન ફૂડ ખાવું તેવો સંક્લ્પ કરીને બેઠા હોય તેઓ માટે આ સમાચાર કંઇક ખાસ છે. કેમકે સંક્લ્પ રેસ્ટોરન્ટે તેમના સંભારમાં એક નવી જ આઇટમનો ઉમેરો કર્યો છે.
જે આઇટમનું નામ સાંભળીને આપના રોમ રોમમાં ચમકારો આવી જશે. અને આ આઇટમ છે વંદા એટલે કે કોકરોચ યુક્ત સંભાર…સાંભળીને ધ્રુજારી આવી જાય ઉલ્ટી ઉબકા થવા લાગે ત્યારે આવો જ કડવો અનુભવ એક ગ્રાહકને થયો છે. અમદાવાદમાં એક ગ્રાહકે ઓનલાઇન ફૂડ ડિલિવર કંપની મારફતે સંકલ્પ રેસ્ટોરન્ટમાં ઓર્ડર કર્યો.
જેમાં ઇડલી, ટોમેટો ઉત્તપમ અને ઢોસા મંગાવ્યા.પરંતુ ગ્રાહક ગરમાગરમ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણે તે પહેલા જ વાસણમાં કાઢેલ સંભાર પર નજર કરી તો ખ્યાલ આવ્યો કે સંભારમાં તો વંદો એટલે કે કોકરોચ છે આ દ્રશ્ય જોઇને જ ગ્રાહકના તો મોતીયા મરી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.