કોરોના ઈફેક્ટ: દિલ્હીમાં નહી થાય ગણેશ ઉત્સવ, મોહર્રમ પર નહી નિકળે જુલૂસ

કોરોના મહામારીને લઈને કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું અનુપાલન કરતા દિલ્હીમાં મોહર્રમ દરમિયાન જુલૂસ કાઢવા પર પ્રતિબંધ રહેશે. દિલ્હી સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટિ(DDMA) દ્વારા જાહેર એક આદેશ હેઠળ ગણેશ ચતુર્થી પર્વ પર પણ ભગવાન ગણેશની સાર્વજનીક મૂર્તિ સ્થાપના કે પંડાલ બનાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

DDMA તરફથી કોરોના સંક્રમણના ખતરાને જોતા લોકોને આ પર્વોને પોતાના ઘરે જ મનાવવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ ડીડીએમએએ દરેક સંબંધિત વિભાગોને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશનું સખ્તાઈથી પાલન કરાવવાનો નિર્દેશ આપ્યો છે.

ડીડીએમએ તરફથી જાહેર દિશા-નિર્દેશ પ્રમાણે, દિલ્હીમાં કોરોના ફેલતો અટકાવવા માટે આગામી તહેવારો દરમિયાન આયોજીત થનારા કાર્યક્રમો અને સમારોહને ધ્યાનમાં રાખીને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટિ, જિલ્લા મેજિસ્ટ્રેટને પણ આવશ્યક પગલાં ભરવાના નિર્દેશ આપ્યા હતા જેથી સમારોહ કે કાર્યક્રમોમાં વધારે ભીડ ભેગી થાય નહી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.