કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(એમ્સ) દાખલ કરવામાં આવ્યા છે. તેમને રાતે 2 વાગે એમ્સના ઓલ્ડ પ્રાઈવેટ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમના શ્વાસ સંબંધિત સમસ્યા હોવાનું જાણવા મળ્યુ છે. જેના કારણે તેમને એમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં તેમની સારવાર ચાલી રહી છે.
કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હોવાથી ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં તેમને ભરતી કરવામાં આવ્યા હતા. 14 ઓગસ્ટના રોજ તેઓ કોરોનાને હરાવી ચૂક્યા હતા. તેમણે આ માહિતી પોતે ટ્વીટ કરીને આપી હતી. તેમને શુક્રવારે સાંજે 5.58 મિનિટે રજા આપી દેવામાં આવી હતી. જો કે ડૉક્ટરોની સલાહથી તેઓ સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યા હતા. જો કે રાત્રે 2 વાગે તેમની તબિયતને પગલે તેમને દાખલ કરવામાં આવ્યા છે. જેને પગલે ચિંતા વધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.