નેપાળ (Nepal) કાલાપાની (Kalapani) પર પોતાનો કબ્જો પાક્કો કરવા માટે પોતાના નવા મિત્ર ચીન (China) ના પગલે કામ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યાં મુજબ નેપાળ પોતાના નવા નક્શા (New Map) ને આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા અપાવવા માટે અનેક પ્રકારની રણનીતિઓ પર કામ કરી રહ્યું છે. જેમાં નેપાળ વિભિન્ન દેશોમાં હાજર પોતાના દૂતાવાસો દ્વારા મોટુ અભિયાન ચલાવવાની યોજના ઘડી રહ્યું છે.
નેપાળ સરકાર કાલાપાસની અંગે એક પુસ્તક બહાર પાડવાનું છે. જેમાં કાલાપાનીમાં નેપાળના દાવાને પાક્કો કરવા માટે અનેક પ્રકારના પુરાવા રજુ કરવામાં આવ્યાં છે. તેમાં નેપાળે પોતાના દાવાને ઐતિહાસિક પુરાવા સાથે રજુ કર્યા છે. આ પુસ્તકને તમામ નેપાળી દૂતાવાસોમાં મોકલવામાં આવશે અને તેના દ્વારા આ પુસ્તકને સમગ્ર દુનિયાના કૂટનીતિ વિશેષજ્ઞોમાં પ્રચારિત કરવામાં આવશે.
નેપાળને આશા છે કે તેનાથી દુનિયામાં તેના દાવાના સમર્થનમાં જનમત ભેગો કરવામાં મદદ મળશે. આ પુસ્તકને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં મોકલવામાં આવશે. આ સાથે જ નેપાળ ગૂગલના અધિકારીઓ સાથે પણ સંપર્ક કરવાની તૈયારીમાં છે જેથી કરીને કાલાપાનીને ગૂગલ મેપમાં નેપાળનો જ ભાગ દેખાડવા માટે તેને રાજી કરી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.