PM કેર્સ ફંડ ચેરિટી ફંડ જ છે, NDRFમાં રકમ ટ્રાન્સફર કરવાની જરૂર નથી: સુપ્રીમ કોર્ટે

સુપ્રીમ કોર્ટે PM કેર્સ ફંડને NDRFમાં ટ્રાન્સફર કરવાની માગ ફગાવી દેવાઈ છે. અરજીકર્તાઓને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો લાગ્યો છે.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યુ કે PM કેર્સ ફંડ પણ ચેરિટી ફંડ જ છે. રકમ ટ્રાન્સફર કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યુ છે કે કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા NDRFમાં રકમ દાન કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે નવેમ્બર 2019માં બનાવવામાં આવેલી NDRF કોરોના સંકટથી ઉકેલ માટે પર્યાપ્ત છે. કોઈ નવુ એક્શન પ્લાન ન્યુનતમ માનાંકોને અલગ કરવાની જરૂર નથી.

અરજીકર્તા એનજીઓ, સેન્ટર ફૉર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશને દાવો કર્યો હતો કે ડીએમ એક્ટ હેઠળ કાનૂની આદેશનું ઉલ્લંઘન કરતા PM કેર્સ ફંડ બનાવવામાં આવ્યુ હતુ. અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે ડીએમ એક્ટ અનુસાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા આપવામાં આવેલુ કોઈ પણ દાન અનિવાર્ય રીતે NDRFને ટ્રાન્સફર કરવુ જોઈએ.

કેન્દ્ર સરકારે 8 જુલાઈએ સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ પોતાના સોગંદનામામાં આ તર્કને ફગાવી દીધો હતો. સરકારે કહ્યુ હતુ કે PM કેર્સ ફંડ રાહત કાર્ય કરવા માટે સ્થાપિત એક ખજાનો છે અને અતિતમાં આ રીતે કેટલાક આવા ખજાના બનાવી ચૂકાયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.