ગામડાંઓ સુધી ફેલાયો કોરોના, અર્થતંત્ર પર સંકટ ગહેરાયું, અનેક નોકરીઓ જોખમમાં

હવે ગ્રામીણ ભારત પર કોરોનાનું સંકટ તોળાય રહ્યું છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)એ આગ્રહ કર્યો છે કે, શહેરોની સરખામણીએ હવે ગ્રામ્ય જિલ્લાઓમાં કોરોનાના વધારે કેસ નોંધાઈ રહ્યાં છે. જ્યારે ઉદ્યોગ સંઘ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી(CII)એ કહ્યું કે, ટુરિઝ્મ અને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં કોરોના સંકટના કારણે 10 થી 15 લાખ કરોડથી વધારે નુંકસાનો અંદાજ છે અને આવી જ સ્થિતિ રહી તો તેનાથી ત્રણ-ચાર કરોડ લોકોની નોકરીઓ જવાનું અનુમાન છે.

શહેરો બાદ કોરોના વાઈરસ હવે મોટા પ્રમાણમાં ગ્રામ્ય પંથકમાં ફેલાઈ રહ્યો છે. ભારતીય અર્થવ્યવસ્થા પર એસબીઆઈએ પોતાની ECOWRAP રિપોર્ટમાં એલર્ટ કર્યાં છે કે ગ્રામિણ ભારતમાં કોરોના ફેલાઈ રહ્યો છે. જુલાઈ-ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં કોરોનાના નવા કેસમાં 54% ગ્રામિણ જિલ્લાઓમાં નોંધાયા છે.

ગ્રામિણ વિસ્તારોમાં કોરોના ફેલાવવાથી રાજ્યોની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે. કોરોના સંકટના કારણે રાજ્યનો ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 16.8% સુધી ઘટવાનું અનુમાન છે. સૌથી ખરાબ અસર મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં થશે. રાજ્યો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં મોટો ઘટાડો મહારાષ્ટ્રના કુલ ભાગ 14.2% રહેવાનો અંદાજ છે.

ઉદ્યોગ જગતનું અનુમાન જણાવે છે કે અર્થતંત્રનું સંકટ ઘણું જ મોટું છે. જેમ-જેમ કોરોનાના કેસ વધી રહ્યું છે. અર્થતંત્રમાં સુધારાની ઝડપ પર તેની અસર જોવા મળી રહી છે. આવનારા મહિનાઓમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ કેટલી સુધરશે તે કોરોના સંકટની દિશા અને દશા પર નિર્ભર કરે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.