કંગના રનૌતે કેન્દ્ર સરકારને વિનંતી કરી, કરણ જોહરને આપેલો પદ્મશ્રી પાછો લઇ લો’

ટોચની અભિનેત્રી કંગના રનૌતે કેન્દ્ર સરકારને એવી વિનંતી કરી હતી કે મોખરાના ફિલ્મ સર્જક કરણ જોહરને આપેલો પદ્મશ્રી એવોર્ડ પાછો લઇ લો.

ટ્વીટર પર કંગનાએ લખ્યું હતું કે કરણ જોહરે મને ધાકધમકી આપી હતી અને એક આંતરરાષ્ટ્રીય મંચ પ રમને ફિલ્મોદ્યોગ છોડી દેવાની હાકલ કરી હતી. એની દાદાગીરીનો ભોગ બનેલી હું એકલી નથી. સુશાંત સિંઘ રાજપૂત સામે પણ એણે ષડ્યંત્ર ઘડ્યું હતું. સુશાંતની કારકિર્દીને રોળી નાખવામાં એનો માતબર ફાળો છે. ઊરીમાં થયેલા આતંકવાદી હુમલા પ્રસંગે એણે ખુલ્લંખુલ્લા પાકિસ્તાનને ટેકો જાહેર કર્યો હતો જે રાષ્ટ્રવિરોધી કાર્ય હતું. તેનું આ પગલું ભારતીય લશ્કરના શહીદોના અપમાન સમું હતું.

કંગનાએ લખ્યું હતું કે કરણ જોહર આવા રાષ્ટ્રીય સન્માનને લાયક વ્યક્તિ નથી. અત્યાર અગાઉ કંગનાએ એક કરતાં વધુ વખત સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાન માટે બોલિવૂડના જે માંધાતાએાને જવાબદાર ગણાવ્યા હતા તેમાં કરણ જોહરનું પણ નામ હતું. કંગનાએ કહ્યું હતું કે મુંબઇ પોલીસ તપાસનો દેખાવ કરે છે પરંતુ બોલિવૂડના કરણ જોહર જેવા માંધાતાઓની પૂછપરછ કરતી નથી.

કંગનાએ ટ્વીટર પર એક શાયરી જેવી કવિતા મૂકી હતી. એના શબ્દો હતા- હમેં નેશનલિઝમ કી દુકાન ચલાની હૈ પરંતુ દેશભક્તિ નહીં દિખાની હૈ, પાકિસ્તાન સે વારવાલી ફિલ્મેં બહુત કમાતી હૈ, હમ ભી બનાયેંગે, લેકિન ઉસકી વીલન હિન્દુસ્તાની હૈ, અબ  થર્ડ જેન્ડર ભી આ ગયા આર્મી મેં, લેકિન કરણ જોહર, તૂ કબ સમજેગા એક સેનાની સિર્ફ સેનાની હૈ…

કંગના છેલ્લાં પાંચ છ વર્ષથી કરણ જોહરની જાહેર ટીકા કરતી રહી હતી. એ કરણને સગાંવાદનો સૌથી મોટો સમર્થક ગણાવતી હતી. એને કરણ માટે એક પ્રકારનો ધિક્કાર હોય એવું એના વાણી-વર્તન પરથી લાગતું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.